________________
કેવળી પ્રભુનો સાથ
“પ્રત્યક્ષ સગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર.” હવે આપણે આનું રહસ્ય પામવા પ્રતિ વળીએ. કેવળીગમ્ય પ્રદેશો સક્રિયપણું પામ્યા પછી, આઠમા રુચક પ્રદેશ પાસેથી એ જીવ માટે મુક્તિ મેળવવાનો માર્ગ જાણી, એની કાર્યસિદ્ધિ માટે છઠ્ઠા તથા સાતમા રુચક પ્રદેશ પાસેથી યોગબળ, આજ્ઞા તથા અરિહંતપણા અને સિદ્ધપણાનું કવચ મેળવી, એમની અરિહંતની લાક્ષણિકતા દ્વારા શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં પૂર્ણ કલ્યાણનાં પરમાણુઓને ખેંચી, તેમાંથી પૂર્ણ પંચપરમેષ્ટિ (અરિહંત તથા સિદ્ધ) પ્રભુનો ભાગ અલગ તારવી પોતે ગ્રહણ કરે છે. પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના ભાગમાંથી એ પૂર્ણ પરમેષ્ટિ ભગવંતનો ભાગ ગ્રહણ કરવાથી જે ઋણ એકઠું થયું છે, તેને ચૂકવવા બાકીના છદ્મસ્થ પરમાણુવાળા ભાગમાં તે પોતાનો આજ્ઞારસ ઉમેરે છે. આ આજ્ઞારસમાં આઠમા રુચક પ્રદેશ પાસેથી મળેલી જાણકારી, છઠ્ઠા તથા સાતમાં પ્રદેશ પાસેથી મળેલું મૈત્રીપણું તથા એકથી પાંચમા પ્રદેશ પાસેથી મળેલા વિનયાભાર સાથે તે પોતાનો મૈત્રીભાવ તથા પૂર્ણ પંચપરમેષ્ટિના મૈત્રીભાવનું સમાંતર મિશ્રણ ઉમેરે છે. અને આ રીતે આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ રૂપ આજ્ઞારસનું નિર્માણ થાય છે. આ આજ્ઞારસમાં પૂર્ણ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓનો ભાગ, એના જ છદ્મસ્થ પરમેષ્ટિ પરમાણુઓના ભાગ તરફ આજ્ઞા વિનયના માર્ગથી આકર્ષણ પામે છે. તે એ છદ્મસ્થ પરમેષ્ટિ પરમાણુ પર સવાર થઈ, એમનો પૂર્ણ પરમેષ્ટિનો ભાગ બની, આજ્ઞારસથી ભરપૂર થયેલાં પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ બની, આજ્ઞામાર્ગથી અશુદ્ધ પ્રદેશો પર બિરાજી મુક્તિનાં કાર્યને આગળ વધારે છે. આ ગુપ્ત પ્રક્રિયાનું નિરૂપણ “આત્મસિદ્ધિ' શાસ્ત્રની નીચેની કડીઓમાં કૃપાળુદેવે લાક્ષણિક શૈલીથી કરેલું જણાય છે.
“એવો માર્ગ વિનયતણો, ભાખ્યો શ્રી વીતરાગ મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (૨૦)
૧૭૬