________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
તેમના છદ્મસ્થપણામાં ઉદિત થયેલા બળવાન કલ્યાણભાવના કારણથી પ્રાપ્ત થયા હોય છે. પરંતુ આઠે આઠ કેવળીગમ્ય પ્રદેશો પ્રભુનું તીર્થકરપણું પ્રગટ થયા પછી જ, અર્થાત્ બાંધેલા તીર્થકર નામકર્મનો ઉદય હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. આમ થવા પાછળ જરૂર કંઈક ઊંડું રહસ્ય હોવું જોઈએ.
આ વિશે મંથન કરતાં, જ્ઞાનનાં આવરણ હળવા થવાથી શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ સમજણ આપે છે કે જીવના રુચક પ્રદેશો પૂર્ણ વીતરાગરૂપે સ્થિર પરિણામ સાથે રહે છે. એમણે અન્ય અશુદ્ધ પ્રદેશો સાથે મૈત્રી કેળવી એમને શુદ્ધ કરવાનું કાર્ય પ્રત્યક્ષપણે કરવાનું હોતું નથી, પણ કેવળી પ્રભુના સાથ દ્વારા પરોક્ષપણે કરવાનું હોય છે. એનાથી વિરુધ્ધ, કેવળીગમ્ય પ્રદેશો પોતે કેવળી વીતરાગતાની ભૂમિકામાં નિમગ્ન હોવા છતાં, અઘાતી કર્મોની નિવૃત્તિના કારણથી અન્ય અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ કરવાની જવાબદારી પોતા ઉપર સ્વીકારે છે. સ્વીકારેલું કાર્ય સિદ્ધ કરવા માટે સર્વ જીવ પ્રતિ મૈત્રીભાવના ભાવવી અનિવાર્ય બને છે, કારણ કે અશુદ્ધ પ્રદેશો પર વિવિધ કર્મનાં અનંતાનંત પરમાણુઓ ચીટકેલાં હોય છે, જેને કોઈક કાળે સર્વ જીવે વિભાવભાવમાં રહીને આશ્રવ્યાં હોય છે. આત્માના અશુદ્ધ પ્રદેશોનો આ પરમાણુઓ પ્રતિનો રાગ તોડાવવા માટે તથા તેના ઉપર ધર્મરૂપી સર્વોત્કૃષ્ટ મંગલપણું સ્થાપવા માટે જગતમૈત્રી અનિવાર્ય બને છે. આ કારણસર કેવળીગમ્ય પ્રદેશો શ્રી અરિહંતપ્રભુ અરિહંતપણું પામે તે પછી જ પ્રાપ્ત થાય છે. આ સાથે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ એક બીજા ગુપ્ત સિદ્ધાંત વિશે પ્રકાશ કરે છે. છઠ્ઠો રુચક પ્રદેશ જીવને કેવળીગમ્ય પ્રદેશના દાતારની સમાનકક્ષાના આત્માથી (પ્રભુને કેવળજ્ઞાન થાય ત્યારે) પ્રાપ્ત થયો હોય છે, અને સાતમો પ્રદેશ અયોગી અરિહંત દશાથી (અરિહંત પ્રભુ નિર્વાણ પામે ત્યારે) પ્રાપ્ત થયો હોય છે. આ સિદ્ધાંત સાથેના અનુસંધાનથી કેવળીગમ્ય પ્રદેશો પોતાની શુદ્ધિ અર્થે રુચક પ્રદેશ પાસેથી જોઈતું વીર્ય ખેંચી પોતાનાં શેષ અઘાતી કર્મોનો ક્ષય કરતાં કરતાં અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ કરતા જઈ પૂર્ણ શુદ્ધ બનાવે છે. આ સમજણને શ્રી કૃપાળુ રાજચંદ્ર આત્મસિદ્ધિ' શાસ્ત્રની નીચે જણાવેલી ૧૧મી કડીમાં ગુપ્તપણે રજુ કરી છે.
૧૭૫