________________
કેવળી પ્રભુનો સાથ
અતિ ગુપ્તપણે સમાવ્યું છે, માટે, જો આ પ્રક્રિયા માટે તમને વિશ્વાસ ન આવે તો એની નિંદા ન કરશો, પણ તેને કેવળીગમ્ય સમજી તેના પ્રતિ નિસ્પૃહ બનજો .
કેવળ મૈત્રીરૂપ મહાસાગરમાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ વિશુદ્ધ રત્નત્રયરૂપ રત્નોને એ મહાસાગરનાં પેટાળમાં ગંભીરપણે વધારનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને એમની કૃપા થકી વંદન કરીએ છીએ. અપૂર્વ સાધ્ય તથા સાધનના અપૂર્વ મિલનથી થતા, લોકના અગ્રભાગ સુધી પહોંચવાના સરળ તથા ધોરી માર્ગને સદા જીવંત રાખનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને વિનયભક્તિ સહિત સાષ્ટાંગ વંદન કરીએ છીએ.
શ્રી કેવળ પ્રભુનો સાથ જીવને શિવ બનવા માટે પરમ સુલભ તથા સહજ નિમિત્ત થાય છે. આ નિમિત્ત દ્વારા જીવ કલ્યાણની કેડી પર ચાલી, પરમાત્માની સ્થિતિ સુધી પહોંચવા તથા જગતનો નાથ થવા માટે ભાગ્યશાળી બને છે. અહો! એ સાથની જાણકારી કરાવનાર તથા સ્વનું ભાન કરાવનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો ઉપકાર આપણને એમના સદાકાળ માટેના ઋણી બનાવે છે. આ ભાવને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિની પહેલી કડીમાં ગૂંચ્યો છે.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” આપણે ઉપર જાયું તે પ્રમાણે જ્યારે કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરી સક્રિય થાય છે, ત્યારે તેમનાં અરિહંતપણાની લાક્ષણિકતા તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ દ્વારા એક અપૂર્વ પ્રક્રિયા સર્જાય છે. આ પ્રક્રિયાનો યથાર્થ વિચાર કરી શકવા માટે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ આપણને અમુક ગુપ્ત સિદ્ધાંતોની જાણકારી, તેને અનિવાર્ય સમજી કરાવે છે. રુચક પ્રદેશ બાબત વિચાર કરતાં આપણી સ્મૃતિ સતેજ થઈ યાદ અપાવે છે કે આઠ રુચક પ્રદેશમાંના માત્ર છો અને સાતમો પ્રદેશ જ જીવને શ્રી અરિહંતપ્રભુ પૂર્ણ અરિહંતપણું પામે તે પછી પ્રાપ્ત થાય છે, અને તે પહેલાં પ્રાપ્ત થયેલા પ્રદેશો
૧૭૪