________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
અશુદ્ધતાને છોડતા જઈ શુદ્ધિ પ્રતિ દોટ મૂકી શકે છે, અને છેવટમાં તે જીવ સર્વ ઘાતીકર્મોની નિવૃત્તિ કર્યા પછી સર્વ અઘાતી કર્મોનો કેડો મૂકાવી, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ થઈ શાશ્વત સિદ્ધિને માણે છે.
અહો કલ્યાણમય પ્રભુ! તમારા આ ઉપકાર તથા આપેલી સમજણને વાંદી, તમારાં પરમેષ્ટિ સ્વરૂપને વંદન કરી, વિનંતિ કરીએ છીએ કે તમારા જ શરણમાં રહેવાના અમારા વબંધને ઘટ્ટ તથા ગાઢ કરાવો.
શ્રી કેવળીગમ્ય પ્રદેશો રુચક પ્રદેશોના ક્ષાયિક ચારિત્રના અનુભવથી રંગાઈને અપૂર્વ તથા દુષ્કર કાર્ય કરવા માટેનું સામર્થ્ય મેળવે છે. કેવળીગમ્ય પ્રદેશો
આ અપૂર્વ અનુભવ મેળવ્યા પછી રુચક પ્રદેશો પાસેથી વીર્ય, આજ્ઞા તથા જ્ઞાનચારિત્ર, દર્શનચારિત્ર તથા ચારિત્રચારિત્રનો બોધ મેળવે છે. જ્ઞાનચારિત્ર એટલે જે જ્ઞાન મેળવવાથી જીવ ક્ષાયિક ચારિત્ર તરફ વળે. દર્શનચારિત્ર એટલે જે દર્શન પ્રાપ્ત કરીને જીવ ક્ષાયિક ચારિત્ર તરફ વિકાસ કરે. અને ચારિત્રચારિત્ર એટલે એવું ચારિત્ર કે જેનાથી જીવની ક્ષાયિક ચારિત્રની પૂર્ણતા પ્રતિની વિશુદ્ધિ વધતી જાય. જેના પરિણામે જીવના અઘાતી કર્મોનો ક્ષય થતો જાય અને સિદ્ધપર્યાય ઉપજાવે એવા અપૂર્વ ગુણોની પૂર્ણતા થતી જાય. આવા કેવળીગમ્ય પ્રદેશો જીવને શ્રી તીર્થંકરપ્રભુ તીર્થ પ્રવર્તાવતા હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે, તેથી તેમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં પરમાણુઓને આકર્ષવાની શક્તિ તથા ક્ષમતા આવે છે, અને વધે પણ છે. આ સાથે આ પ્રક્રિયાઓનો સમાગમ થાય છે ત્યારે જીવની આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ એવી રીતે આવતી જાય છે કે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ સુધી આત્મદ્રવ્યને પહોંચાડે છે. આ પ્રક્રિયાઓને સમજવા માટે તથા અનુભવવા માટે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો પરમ સાથ તથા તેમની પરમ આજ્ઞા મળવી અનિવાર્ય છે; કેમકે આ પ્રક્રિયાઓ અતિ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેને શબ્દદેહ આપી, મુખ્યતાએ અરૂપી આકારને રૂપી માધ્યમથી સમજવાની છે. ‘ૐ આજ્ઞા, ૐ સિદ્ધિ' એ મહામંત્રના ઘૂંટણથી અને સાથથી આ કાર્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આનું વર્ણન અતિ સૂક્ષ્મ તથા ઊંડું છે. તેને શાસ્ત્રોમાં અતિ
૧૭૩