________________
કેવળી પ્રભુનો સાથ
ત્રીજું મહાવ્રત તે અચૌર્ય. ચોરી કરવી એનો સ્થૂળ અર્થ છે જે પોતાનું નથી તેવા પરના પદાર્થ આદિ છીનવી લેવા ગ્રહણ કરવા. અને તેનો સૂક્ષ્મ અર્થ છે જે આત્માનાં નથી એવાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મ પરમાણુઓને ગ્રહણ કરવાં. પરપદાર્થના ગ્રહણનો ત્યાગ એ અચૌર્ય. આ વ્રત જીવ પોતાની આત્મિક દશા અને પુરુષાર્થના આધારે પાળી શકે છે, તે માટે સંસારના મોહ તથા લોભનું ક્ષીણપણું એ અનિવાર્ય અંગ છે.
ચોથું મહાવત એટલે બ્રહ્મચર્ય. આ વ્રતનો સ્થૂળ અર્થ છે પરસ્ત્રી, પરપદાર્થના સ્થળ ઉપભોગનો ત્યાગ. અને સૂક્ષ્મ અર્થ છે સ્વરૂપની લીનતા, જેમાં સર્વ પરપદાર્થથી અલિપ્તપણે જીવ અનુભવે છે. જીવને જેમ જેમ પોતાની સ્વરૂપને અનુભવવાની લગની વધતી જાય છે તેમ તેમ આ વ્રતનું શુધ્ધતાથી તે પાલન કરી શકે છે. જ્યાં પરપદાર્થનો ગમો કે અણગમો પ્રવર્તે છે ત્યાં તે બ્રહ્મચર્ય વ્રતથી શ્રુત થઈ, રાગદ્વેષને અનુભવી સંસાર ઉપાર્જ છે.
પાંચમું મહાવત તે અપરિગ્રહ. જગતનાં કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે ભોગવવાની વૃત્તિ એટલે પરિઝહબુદ્ધિ. પરિગ્રહનો સ્થૂળ અર્થ છે જર, જવેરાત, ઘર, ફર્નિચર, ધન, ધાન્ય, પશુ, ચાકર આદિ પદાર્થનો સંગ્રહ કરવો અને તેનો સૂક્ષ્મ અર્થ એ, ઉપરના પદાર્થો વિશે સારાનરસા ભાવ કરી કર્મ પરમાણુઓનો આત્મા પર જથ્થો લાદવો. આ પ્રક્રિયાથી પર થવું એટલે અપરિગ્રહ વ્રત. જેમાં આંતરબાહ્ય નિર્ચથપણું આત્મા વેદે છે –
આ પાંચ મહાવ્રત જીવ સન્માર્ગમાં છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી પોતપોતાની સમજ, ઇચ્છા અને શક્તિ અનુસાર પાળે છે. તેમાં મુખ્યત્વે બે વિભાગ પડે છે – ૧. એવા સન્માર્ગી જીવો કે જેઓ સિધ્ધાવસ્થા પહેલાં પંચપરમેષ્ટિ પદમાં સ્થાન
પામતા નથી. ૨. એવા સન્માર્ગી જીવો કે જેઓ સિધ્ધાવસ્થા પામ્યા પહેલાં જ પંચપરમેષ્ટિ
પદમાં સ્થાન પામે છે.