________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
જે જીવો આત્મશુદ્ધિ કરતાં કરતાં છબસ્થપણે જીવ સમસ્તના અમુક ભાગના જીવો માટે જ કલ્યાણભાવ વેદે છે, પણ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદી શકતા નથી એવા જીવો સિધ્ધ થાય ત્યારે જ પંચપરમેષ્ટિ પદમાં સમાવેશ પામે છે, કારણ કે તેમનો સર્વ જીવ માટેનો કલ્યાણભાવ ક્ષેપક શ્રેણિમાં જ ઉત્પન્ન થાય છે, અને તેરમા ગુણસ્થાનથી તેઓ પૂર્ણ વીતરાગ હોવાથી આ ભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચતો નથી. આવા આત્માઓ પરમેષ્ટિપદમાં છબસ્થપણે આવતા નથી.
પરંતુ જે છબસ્થ જીવો છદ્મસ્થપણામાં જ જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદે છે તેઓ પંચપરમેષ્ટિ પદમાં સિધ્ધાવસ્થા ઉપરાંત પણ સ્થાન પામે છે. આવા જીવો પંચપરમેષ્ટિ કહેવાય છે. તેઓ જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ કઈ દશાએ અને ક્યા આચાર સાથે વેદે છે તેના આધારે તેમનું સ્થાન નક્કી થાય છે. ઉદા. સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય અને તીર્થકર.
જેઓ પોતાનો વિનયગુણ કેળવી, સ્વકલ્યાણને મહત્ત્વ આપી, પાંચ મહાવ્રતના પાલનમાં જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ કેળવે છે તેઓ સાધુસાધ્વીજીની કક્ષાના પરમેષ્ટિ થાય છે. જેઓ સ્વકલ્યાણને ગૌણ કરી, પરના કલ્યાણની મહત્તા રાખી પાંચ મહાવ્રતના પાલનમાં જીવ સમસ્તના કલ્યાણ માટે ભાવ વધારી, પ્રભુનો બોધ સહુને પહોંચાડવાનો પુરુષાર્થ આદરે છે તેઓ શ્રી ઉપાધ્યાયજીની કક્ષાના પરમેષ્ટિ ગણાય છે. વળી, જેઓ સ્વાર કલ્યાણને એકસરખું મહત્ત્વ આપી, આચાર વિશુદ્ધિને મુખ્યતાએ રાખી, પંચમહાવ્રતના પાલનની ઉત્કૃષ્ટતા સાથે જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદે છે તેઓ આચાર્યની કોટિના પરમેષ્ટિ થાય છે. આચાર્યમાં બે વિભાગ પડે છે – ગણધર અને અન્ય આચાર્ય. ગણધરજીનો કલ્યાણભાવ લાંબા ગાળાનો, વિશેષ ઊંડો અને ઘેરો હોય છે. તેમનાં આ પદનો નિશ્ચય તેમનાં પરિભ્રમણની શરૂઆતમાં જ થઈ જાય છે, કારણ કે ગણધરનાં નિમિત્તથી જે જીવ નિત્ય નિગોદમાંથી નીકળે છે તે નિયમપૂર્વક ગણધર થાય છે. બાકીના ત્રણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી પરત્વે આવો કોઈ નિયમ નથી. જે જીવ પ્રભુના ભાવથી પ્રેરાઈ જીવ સમસ્તના કલ્યાણભાવ જે કક્ષાએ જે ચારિત્ર સાથે