________________
કેવળી પ્રભુનો સાથ
વેદે છે તેના અનુસંધાનમાં તે પદ પામે છે. ઉદા. આચાર્યની કક્ષાએ પહોંચ્યા પછી જીવ આ ભાવ વેદે તો આચાર્યપદ આવે. સાધુસાધ્વી રૂપે આ ભાવ વેદે તો સાધુસાધ્વીનું પદ પામે ઇત્યાદિ. આ સર્વના કલ્યાણભાવ સ્વયંભૂ હોતા નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુના આધારે કેળવાયેલા હોય છે.
શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવ સ્વયંભૂ હોય છે. તેમનું પદ પણ નિત્યનિગોદમાંથી નીકળતી વખતે જ નક્કી થયું હોય છે, કારણ કે તેઓ સિધ્ધ થતા તીર્થકરના નિમિત્તથી બહાર આવે છે. તેમનો આત્મા ઘણા ભવ સુધી કલ્યાણભાવ વેદી, પૂર્વના ભવમાં ઉત્કૃષ્ટ ચારિત્ર સાથે આ પદ નિકાચીત કરે છે.
આમ જે કક્ષાના ચારિત્ર પર રહીને જીવ કલ્યાણભાવને ઉત્કૃષ્ટપણે વેદી નિકાચીત કરે છે તે દશાના પરમેષ્ટિ પદને તે પામે છે. દરેક કક્ષાએ કલ્યાણભાવનો પ્રકાર અને ચારિત્રની ખીલવણી જુદા પ્રકારની હોય છે, આથી કેટલીકવાર એવું પણ બને છે કે જીવ એક કરતાં વધારે પદને સ્પશીને પરમેષ્ટિ પદ નિકાચીત કરે છે. ઉદા. કોઈ તીર્થકર પ્રભુ સાધુ સાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય તથા ગણધર પદને સ્પર્યા પછી, તેની માત્રાનો કલ્યાણભાવ વેદ્યા પછી તીર્થકર નામકર્મ ઉપાર્જે છે. અન્ય પરમેષ્ટિમાં પણ આમ બની શકે, ત્યાં જે ઉત્તમ હોય તે પદવી પામે.
શ્રી તીર્થંકર પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી કલ્યાણમાર્ગ પ્રવર્તાવે છે, અને અન્ય પરમેષ્ટિ એ માર્ગનો ફેલાવો કરે છે. તેમાં ધર્મનું સનાતનપણું તથા મંગલપણું જળવાઈ રહે એવો પુરુષાર્થ હોય છે. પરમાર્થ પ્રાપ્તિ માટે જે માર્ગ શ્રી જિન વીતરાગે પ્રરૂપ્યો છે તે છે ઇચ્છાગત પ્રાપ્તિનો માર્ગ. આ પરમાર્થ માર્ગની પ્રાપ્તિ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ થાય છે. એમાં પણ મુખ્યતાએ કર્મભૂમિના મનુષ્યને જ એ માર્ગની પ્રાપ્તિ અને ઊંચો વિકાસ સંભવે છે. આ માર્ગ મેળવવા માટે જે પાત્રતા જોઈએ છે તે છે સંજ્ઞાની આવશ્યકતા અને માર્ગ મેળવવાની ઇચ્છા.
સંજ્ઞાના માધ્યમથી જીવ સારાનરસાની પરખ કરી શકે છે, ભૂત તથા ભાવિની વિચારણા કરી શકે છે, અને સંજ્ઞાની સહાયથી જીવમાં સ્વતંત્રતા આવે છે. મળેલી