________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સંચિત કર્મો અસંખ્યગમે નિર્જરી જઈ, આત્માની શુદ્ધિ ઝડપથી વધારવામાં મદદરૂપ થાય છે. આવી અભુત નિર્જરા તપના આરાધનથી કરી, સંવરને વધારી આત્મા આજ્ઞારૂપી ધર્મમાં કેવો સ્થિર થાય છે તેનું વર્ણન દશમી કડીમાં જોવા મળે છે.
નવમી કડીમાં દ્રવ્યથી અને ભાવથી ચારિત્રપાલન સેવી સંયમ સહિતના નિર્ગથ મુનિપણે વિચારવાનો આદર્શ શ્રી રાજપ્રભુએ વ્યક્ત કર્યો છે. આ ચારિત્ર પાલનથી આત્મા શુભભાવ અને કલ્યાણભાવમાં પ્રવર્તી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓને બહોળા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે, આ પરમાણુઓની સહાયથી સ્વરૂપ સ્થિરતામાં જઈ આત્મા બાહ્ય નિમિત્તોમાં કેવી ઉદાસીનતાથી રહી શકે છે અને તે ઉદાસીનતાને વીતરાગતા તરફ દોરી શકે છે તેનું સ્વરૂપ આપણને દશમી કડીમાં જાણવા મળે છે. ઉદાસીનતા અને વીતરાગતાની વચ્ચે છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતો આત્મા જે પ્રકારના સમભાવમાં રહે છે તેની જાણકારી આપણને અહીં મળે છે. સંસારમાં શત્રુ હો કે મિત્ર હો – બંને પ્રતિ સમદર્શિતા માગી છે, અર્થાત્ આત્માનુભવની એવી સ્થિતિ રાખવી છે કે જેમાં બંને પ્રતિ એક સરખો કલ્યાણભાવ વરસ્યા કરે, તરતમપણું કે ક્રોધ આવે નહિ; રાગદ્વેષની માત્રા કેટલી કેટલી હદે તૂટી હોય ત્યારે આ સંભવિત બને! એ જ રીતે જગતજીવો તરફથી માન મળે કે અપમાન મળે, તેમાંની કોઈ પણ પરિસ્થિતિમાં એવો જ સ્વભાવ રહે, એટલે કે નિસ્પૃહતાની ચરમ સીમા ઇચ્છી છે
જ્યાં માનકષાય પ્રવર્તી શકે નહિ. જીવન અને મરણ વચ્ચે અન્યૂનાધિકપણું ઈચ્છી માયાભાવથી અલિપ્તપણું રાખવું છે. સામાન્ય રીતે આ જગતમાં જીવ મૃત્યુથી ડરી તેની અનિચ્છા અને જન્મથી આનંદી તેની માયા વેદે છે. મુનિ આ બંને દશામાં કર્મનું નિર્જરવાપણું સમજી સમભાવી થઈ આત્મરમણતામાં ખાંચ ન આવે તેની કાળજી કરે છે. આ ત્રણે કષાય જયના પુરુષાર્થના પરિપાક રૂપે આત્મા ભવ તેમજ મોક્ષનો ભેદ ભૂલી, મોક્ષનો પણ લોભ ત્યાગી સતત આત્મસુખ વેદી શકે એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે.
આમ આ કડીમાં ચડતા ક્રમમાં કષાય જય યથાર્થતાએ વર્ણવાયો છે. શત્રુ અને મિત્ર વ્યક્તિઓ છે, તેમાં ક્રોધ કષાય ત્વરાથી ડોકિયા કરી જાય છે, માન અને અપમાન
૭૩