________________
કેવળી પ્રભુનો સાથ
આ બધાં વરસો દરમ્યાન મારું રાજપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું વધવા સાથે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત બાબત પણ જાણકારી તથા આજ્ઞાધીનપણું વધતાં જતાં હતાં. સર્વ પ્રભુનાં ઉત્તમ કાર્યોની ઝીણવટભરી સમજ ક્રમે ક્રમે આવતી જતી હતી. અને સહુએ કેવા ભાવો કરીને પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવ્યું છે, તેમના ભાવ અને પ્રક્રિયામાં શું ભેદ હોય છે તે બધા કઈ કઈ રીતે અને કઈ કઈ અપેક્ષાએ જીવને આત્મવિકાસ કરવામાં મદદ કરે છે તેની ઘણીખરી સમજ મળતી જતી હતી. એ વિશે વધારે જાણકારી મેળવવાના ભાવ તો હતા જ, તેથી ‘ભાવતું હતું ને વૈદે બતાવ્યું' એ ઉક્તિ પ્રમાણે ઈ.સ. ૧૯૯૯ના પર્યુષણ માટે મને ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ' એ વિષય પ્રાપ્ત થયો ત્યારે ખૂબ સારું લાગ્યું હતું. તૈયારી કરવા માટે સમય પણ પૂરતો હતો એટલે પ્રાર્થના, ક્ષમાપના, સ્મરણ આદિની સહાયથી કેટલાય મુદ્દાઓ એકઠા કર્યા. તે પછી તેને વ્યવસ્થિત રીતે મૂકવાનું કાર્ય ગુરુપૂર્ણિમા આસપાસ શરૂ કર્યું. આ લખાણ શરૂ કરતાં સુધીમાં જીવના આત્મવિકાસ માટે તથા સાંસારિક પ્રગતિ માટે શ્રીગુરુ ઉપરાંત શ્રી પંચપરમેષ્ટિ ભગવંત ક્યારથી અને કેવી રીતે ઉપકારી થાય છે તે સમજાયું હતું. તેઓ કેવા ભાવ કરવાથી અને કેવાં કાર્યો કરવાથી સાધુસાધ્વી, ઉપાધ્યાય, આચાર્ય, ગણધર તેમજ અરિહંતની પદવી પામે છે તેની વિગતભરી સમજ પણ આવી હતી. તે બધી વિગતોનો ઉપયોગ કરી વ્યવસ્થિત લખાણ કરવા માટે તેમાંના કેટલાક મુદ્દાઓ ગૂંથી લેવા પ્રયત્ન કર્યો હતો. જેમકે સત્પુરુષનું કર્તવ્ય શું, રુચક પ્રદેશો મેળવવાની પાત્રતા જીવમાં કેવી રીતે આવે છે, ઇતર નિગોદમાં આવ્યા પછી સત્પુરુષ અને પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી જીવનો વિકાસ કેવી રીતે થાય છે, સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને જુદી જુદી ગતિમાં આત્મકલ્યાણ કરવા માટે કેટલી અને કેવી સુવિધા મળે છે, આ સુવિધા આપવામાં પંચપરમેષ્ટિ ભગવંતનો ફાળો શું હોય છે, તેમની સહાયથી જીવનો આત્મવિકાસ કેવી રીતે થાય છે, તેઓ કેવી રીતે જીવને કલ્યાણ સન્મુખ કરે છે, ગુરુની પ્રાપ્તિ થયા
૨૯૦