________________
ઉપસંહાર
પછી વિકાસ કેવી રીતે થાય છે, ગુરુની સમર્થતા અને શિષ્યના પુરુષાર્થના સુમેળનું ફળ કેવું આવે છે, ગુણસ્થાન ચડતાં કેવું આત્મવેદન હોય છે, શ્રેણિમાં સત્પુરુષનો અને પંચપરમેષ્ટિનો આશ્રય શા માટે અનિવાર્ય છે વગેરે વગેરે. તે સર્વ પર્યુષણમાં પ્રગટ કરતી વખતે સર્વ પંચપરમેષ્ટિ માટે ખૂબ ખૂબ અહોભાવ વેદાયો હતો. અને તેઓ જે ગુપ્ત રીતે જીવકલ્યાણનું અદ્ભુત કાર્ય કરે છે તે માટે ખૂબ ખૂબ આભારભાવની લાગણી વેદી હતી.
આ બધી વિચારણા કરતાં કરતાં વર્ષો પૂર્વે આવેલી શ્રી અરિહંતપ્રભુ વિશેની વિગતો સ્મૃતિપટ પર ફેલાઈ ગઈ હતી. અને શ્રી અરિહંતપ્રભુ જગતજીવોના કલ્યાણ માટે જે અલૌકિક કાર્યો કરે છે તેની જાણકારીએ તેમના માટે અતિ અતિ આભારની લાગણી જગાડી મને નિર્મળ પ્રેમભાવમાં તરબોળ કરી દીધી હતી. આવા ભાવમાં રમતી હતી ત્યારે મને ઈ.સ.૨૦૦૦નાં પર્યુષણ માટે વિષય મળ્યો ‘શ્રી અરિહંતનો મહિમા’. જે ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટાવવામાં પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ’ના અનુસંધાનમાં ખૂબ જ સુયોગ્ય જણાયો હતો. શ્રી પંચપરમેષ્ટિનાં હૃદયમાં તીર્થસ્થાન રહેલું છે, આવાં અંતરંગ તીર્થસ્થાનની મહત્તા શું છે, બધામાં અરિહંત ઉત્તમ તીર્થસ્થાન છે, શ્રી અરિહંતપ્રભુ અને શ્રી કેવળીપ્રભુ વચ્ચે શું ફરક છે, તેમના કેવા અગણિત ઉપકારો છે, પંચપરમેષ્ટિ ભગવંતનો અલૌકિક કલ્યાણભાવ, તેમાં શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવની વિશેષતા, તેમના ઉત્કૃષ્ટ કલ્યાણભાવથી નિત્યનિગોદના જીવોના રુચકપ્રદેશો ખૂલે છે, પ્રભુનું તીર્થંકર નામકર્મ બંધાયા પછી ધ્રુવબંધી થાય છે, તેઓ ગર્ભમાં આવે ત્યારે તેમના માતાને ચૌદ સૂચક સ્વપ્નો આવે છે, તેઓ દિક્ષા લેતાં પહેલાં વરસીદાન કરે છે, કેવળજ્ઞાન પ્રગટે ત્યારે ૩૪ અતિશયો પૂર્ણ થાય છે, તેમનાં નિમિત્તે કલ્યાણક વખતે જીવ સમસ્ત એક સમયની શાંતિ વેઠે છે વગેરે મુદ્દાઓ વિશે જુદા જુદા સમયે કેટલાક ભેદરહસ્યો પ્રભુ પાસેથી મને મળ્યા હતા. આ વિષય મને વહેલો મળ્યો હતો, એટલે છૂટાછવાયા આવેલા આ મુદ્દાની માહિતી વ્યવસ્થિત કરવામાં મને ખૂબ સુવિધા રહી હતી. અને ચાતુર્માસનો લગભગ બધો સમય તેમના વિશે ઉપકારબુદ્ધિ વેદવામાં પસાર થયો હતો. આમ થવામાં શ્રી રાજપ્રભુનું તીર્થંકર
૨૯૧