________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
અવકાશ (vacuum) થાય છે, તેથી તે જીવ શુક્લ સમયમાં વધારે તીક્ષ્ણતાથી અને મોટી સંખ્યામાં ગુણોનો આશ્રવ કરી શકે છે.
ગુણોના વધારે આશ્રવને કારણે જીવનું આજ્ઞાધીનપણું વધતું જાય છે, પરિણામે તેનાં અંતરાય વિશેષે તૂટે છે, અને વીર્ય વધે છે. જેથી વધારે ઊંચા પ્રકારનાં પરમાણુઓ જીવ રહી શકે છે. આમ થવાથી જીવના ગુણોનું ઉત્કૃષ્ટપણું વધે છે. આ રીતે જીવ ગુણોના આહાર, વિહાર તથા નિહારની વૃદ્ધિ કરતો રહે છે. આ વૃદ્ધિ કરવાની સાથે જીવ પાંચ મહાવ્રતનું પાલન વધારે શુદ્ધિ તથા વધારે સૂક્ષમતાથી કરે છે, અને આજ્ઞાધીનતા વધારતો રહે છે. તેનાં ફળરૂપે તે જીવ મહાઆશ્રવ માર્ગની પૂર્ણતા તરફ સરતો જાય છે. જીવ જ્યારે આહાર, વિહાર તથા નિહારની ત્રિકરણ પ્રક્રિયા સર્વ પ્રદેશથી એક ધારાએ કરી શકે છે ત્યારે તે મહા આશ્રવની પૂર્ણતાને પામે છે. અને તે માર્ગના ફાયદા પણ અનુભવે છે.
આ માર્ગ પર લઈ જવા માટે શ્રી પ્રભુ જીવને સંસારનાં સ્વરૂપનું પ્રત્યક્ષપણું એમની દેશના તથા બોધ દ્વારા કરતા જ રહે છે. આ સ્વરૂપની જાણકારી લઈ જીવ એ માર્ગનું આરાધન શરૂ કરે છે અને જીવ જેમ જેમ પ્રભુને આધીન થતો જાય છે, તેમ તેમ તેના આચરણની સુધારણા કરાવી ઠેઠ મહા આશ્રવની પૂર્ણતા પામવા સુધી પ્રભુ તેને વિકસાવે છે.
શ્રી પ્રભુ તેમની સર્વ દેશનામાં અવિરતપણે પોકારી પોકારીને બોધે છે કે, “સંસાર એકાંત દુઃખમય જ છે”; કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જીવને કોઈ પણ ભવમાં સંસાર સુખરૂપ નથી જ. સંસારમાં દુઃખ, દુ:ખ અને દુઃખ જ છે. તેની સરખામણીમાં સહજ આત્મિક સ્વરૂપમાં, પરમાર્થિક કે સામાયિક એ સર્વ દ્રવ્યથી (આત્મદ્રવ્યથી), સર્વક્ષેત્રથી (સિધ્ધભૂમિના સર્વ ભાગમાં), સર્વ કાળથી અને સર્વ ભવથી (કોઈ પણ પર્યાયથી મોક્ષ પામેલા આત્માના સંદર્ભથી) સુખ, સુખ અને સુખ જ છે. માટે જે સમજુ જીવ છે તેનો સર્વ પુરુષાર્થ, સર્વ ભાવ એક જ ધ્યેય પર કેંદ્રિત હોય છેઃ સંસારથી સમય સમયની નિવૃત્તિ અને મોક્ષ મેળવવા માટે સમય સમયની
૧૯