________________
કેવળી પ્રભુનો સાથ
પ્રવૃત્તિ. આ ધ્યેયને સ્વતંત્રપણે વળગી રહેવું સુગમ તથા સુલભ છે. પરંતુ જીવ અનાદિ કાળથી સંસારને જ પ્રિય માનતો આવ્યો છે; તેથી તેને આ સહજ સ્થિતિમાં રાખે એવા ધ્યેયને વળગી રહેવું અતિ દુષ્કર અને કઠણ લાગે છે. આ કઠણ લાગતા ધ્યેયને સુલભ બનાવવા શ્રી પ્રભુએ પરમ આજ્ઞાપંથની રચના કરી છે.
આજ્ઞાપંથના આધારે જીવ સંસારસુખની ભ્રાંતિગત ભ્રમણાને મોક્ષસુખરૂપ સનાતન ધ્યેયમાં લઈ જઈ શકે છે. વળી શ્રી પ્રભુ જીવને સાચી સમજણ આપે છે કે આજ્ઞાનો માર્ગ એ લોકો સમજે છે તેવો ત્યાગનો માર્ગ નથી, પણ પ્રાપ્તિનો માર્ગ છે. આ માર્ગમાં જીવ વધુ વધુ ઊંચી વસ્તુ મેળવતો જાય છે, અને પૂર્વે ગ્રહણ કરેલી નબળી વસ્તુ છોડતો જાય છે. એટલે કે આજ્ઞામાર્ગમાં જે જે વસ્તુ જીવ ત્યાગતો જણાય છે તે તે વાસ્તવિકતામાં છોડવાપણું છે. પોતાને ન જોઈતી વસ્તુ તે મૂકતો જાય છે. આ છોડવાપણું કોઈ દ્વેષ, ધિક્કાર, કે દબાણને આધારે થતું નથી, પણ ઉત્તમ વસ્તુ મળતાં તેનું તુચ્છપણું સમજાય છે તેથી છોડે છે. બે પરસ્પર વિરોધી વેગ એક સાથે રહી શકે નહિ એ ન્યાયે સંવેગ વધતાં નિર્વેદ વધારે છે અર્થાત્ એ જીવ સંસાર ભોગવવાની ઇચ્છાને પોતામાંથી વિદાય આપતો જાય છે. તેના અંતરંગમાં એવા ભાવ ૨મે છે કે, “હે પ્રભુ! જેમ જેમ તમારો સંપર્ક વધે છે તેમ તેમ મને આ સંસાર તથા તેની પર્યાયો દુઃખરૂપ લાગે છે. તેથી મારે ભ્રાંતિગતપણે જે જે સંસારી ભાવો બાંધ્યા છે તેને નિઃશેષ કરી, તમારા ચરણમાં રહેલું અતિંદ્રિય સુખ માણવું છે. તેથી જે રૂપી પદાર્થોને હું મૂકતો જાઉં છું, તેમાં ક્યા ન્યાયે હું રાગદ્વેષ કરું? અનાદિકાળથી ઇચ્છવા છતાં સંસાર મારો થયો નથી, તો એ સંસાર માટે હું શા માટે કર્તાપણાના ભાવથી મારા અરૂપી આત્માને રૂપી બનાવું? એમ કરવાથી આત્માનું પાંચમું પદ મારાથી દૂર થાય, તે શા માટે કરું! પ્રભુજી! મારે તો સંસાર જોઇતો જ નથી, તો એ સંસારને તમારા જેવા અનુભવીના બોધ સિવાય કેવી રીતે ત્યાગી શકીશ! ઘણી ઘણી વિચારણા પછી મને દૃઢ થયું છે કે સંસારને છોડવા માટે તથા મોક્ષસુખને અબાધક બનાવવા માટે આજ્ઞામાર્ગ જ શાશ્વત માર્ગ છે. આ આજ્ઞામાર્ગમાં યથાર્થ રીતે ચાલવાનું શરૂ
૨૦