________________
કેવળી પ્રભુનો સાથ
મુખ્યતાએ અને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પાસેથી ગૌણરૂપે વીર્યની પ્રાપ્તિ થાય છે. મળેલા વીર્યની સહાયથી તે જીવ મહાસંવરની પ્રક્રિયા વધુ અલ્પ સમયમાં પૂરી કરી શકે છે. પરિણામે બે મહાસંવરના પુરુષાર્થ વચ્ચે વધારે શુક્લ સમય બચે છે, જે સમયમાં તે વધારે ગુણોનો આહાર કરી શકે છે. આ રીતે ક્રમે ક્રમે એનો ગુણોનો આહાર વધતો જાય છે. આમ કરતાં કરતાં જ્યારે તે એવી અવસ્થાએ પહોંચે છે કે તેનો અડધો કાળ મહાસંવરની પ્રક્રિયામાં અને બાકીનો અડધો કાળ ગુણનો આહાર કરવામાં પસાર કરે છે ત્યારે તે જીવ મહાશ્રવના માર્ગનો સ્પર્શ કરે છે.
આ માર્ગનું વર્ણન શ્રી રાજપ્રભુએ ગુપ્ત રીતે “અનન્ય ચિંતન અતિશય શુધ્ધ સ્વભાવ જો” (અપૂર્વ અવસર) જેવાં કેટલાંક વચનોમાં કરેલું જોઈ શકાય છે. શ્રી પ્રભુ પાસેથી મહા આશ્રવની પ્રાથમિક અવસ્થાનું દાન પામી, જીવ અહોભાવના આનંદથી પ્રભુજી પ્રતિ વધારે આજ્ઞાધીન થાય છે. તેનાં વધતાં જતાં આજ્ઞાધીનપણાથી તે પ્રભુ પ્રતિ ઊંડાણથી પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાને વેદે છે, અને અર્પણતાની સહાયથી પોતામાં પ્રગટેલા ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવા માંડે છે, તેને લીધે તેનો પોતાથી સંતોષાતો પરમાર્થ લોભ પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પલટાતો જાય છે.
આ પ્રકારના પરમાર્થ લોભની સહાયથી એ જીવ પ્રભુ પ્રત્યે પ્રાર્થનાનાં માધ્યમથી, આગળ વધવા માટે માર્ગદર્શનની માગણી કરે છે. શ્રી પ્રભુને પૂર્ણતા હોવાથી માર્ગની પૂરેપૂરી જાણકારી છે, વળી જીવના ભાવ પાંચ સમવાયને એકઠા કરે છે, તેથી માર્ગદર્શક પંચાસ્તિકાયરૂપ પરમાણુને કાર્ય કરવા માટે સાનુકૂળ પરિસ્થિતિ રચાય છે, તેના આધારે જીવ વધારે ઉચ્ચ કક્ષાનાં પરમાણુને ખેંચે છે. તેની સહાયથી એ જીવ આહાર કરેલા ગુણોને પોતાના અન્ય પ્રદેશો પર વિહાર કરવા સક્રિય કરે છે. આ વિહારથી જીવ આત્માના અગુરુલઘુ ગુણની સહાય લઈ, આહાર કરેલા સર્વ ગુણોનું અન્ય સર્વ પ્રદેશો પર સંક્રમણ કરે છે. પરિણામે તેના અશુધ્ધ પ્રદેશો ક્રમે ક્રમે શુદ્ધિ વધારતા જાય છે, તેથી શુધ્ધ તથા અશુધ્ધ પ્રદેશો વધારે ને વધારે સમાન – સમ થતા જાય છે. આ સંક્રમણ કરવાની પ્રક્રિયા જીવ મહાસંવરના આરાધનના કાળમાં સમકાલીનપણે (simultaneously) કરે છે. સંક્રમણ થવાથી આહાર કરેલા પ્રદેશ પર
૧૮