________________
પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
થતો નથી, ત્યાં સુધી મહા આશ્રવ માર્ગ તેને યથાર્થપણે મળતો નથી. અને જો જીવ એને સ્વચ્છંદથી મેળવવા જાય છે, તો તે તેને ફળતો નથી, બલ્કે એ જ માર્ગ એના માટે પાપ શ્રમણીયનું સાધન બની એને અધોગતિમાં લઈ જાય છે.'
જ
અહીં શ્રી પ્રભુ તરફ્થી ચેતવણી મળે છે કે જ્યાં સુધી પ્રભુની કે સમર્થ ગુરુની આજ્ઞા ન હોય ત્યાં સુધી આ મહા આશ્રવના માર્ગને મેળવવાનો કે તે માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવો નહિ કારણ કે તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પાત્રતા આવ્યા પહેલાં કે આજ્ઞા મળ્યા પહેલાં જો જીવને આ માર્ગ પામવાની ઇચ્છા થાય તો તેણે પ્રભુને પ્રાર્થના કરવી ઘટે કે, “હે પ્રભુ! મહા આશ્રવ માર્ગને પામવા માટેના મારા અંતરાયો તોડાવો. સાથે સાથે મહાસંવર માર્ગની સર્વ વિશેષતાઓ મારી પાસે આચરણમાં મૂકાવો, કે જેથી મહાસંવર મહા આશ્રવ માર્ગની મહાસંવરતા માણી હું પૂર્ણ આજ્ઞાસિદ્ધિથી પુરસ્કૃત થાઉં અને હું પૂર્ણ કલંકરહિત અડોલ દશાને પામું.”
આ ભાવનાના ઘૂંટણથી જીવમાં અપૂર્વ વીર્ય પ્રગટ થાય છે. તેથી તે શ્રી પ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પ્રતિ અપૂર્વ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા વેદે છે. અને ક્રમથી તે મહાસંવર માર્ગની પૂર્ણતા તથા સર્વોત્કૃષ્ટતા મેળવતો જાય છે. મહાસંવર માર્ગની પૂર્ણતા એ જ આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું સર્વોત્કૃષ્ટપણું છે. આ માર્ગની સહાયથી જીવ પોતાનાં પુદ્ગલના આહાર, વિહાર તથા નિહારનું નિયમન શ્રી પ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની પૂર્ણ આજ્ઞાનુસાર કરી શકે છે. પરિણામે સંવર તથા નિર્જરા વચ્ચેનો જે શુક્લ સમય બચે છે તેમાં તે પ્રદેશથી ગુણવૃદ્ધિ માટે પ્રાર્થના તથા ક્ષમાપના કરે છે. જ્યારે આ પ્રક્રિયા અમુક માત્રાએ જોર કરે છે ત્યારે તેનામાં ગુણોના આહારનું વેદન પ્રગટે છે, અને તેમાં તે અમુક પ્રકારની અપૂર્વ શાંતિ તથા સુખનો અનુભવ કરે છે. આ અનુભવને લીધે તેને આવા ગુણોનો આહાર વારંવાર કરવાના ભાવ થાય છે. તે ભાવને તે પ્રાર્થના તથા ક્ષમાપના રૂપે પોતાના પ્રદેશથી શ્રી પ્રભુ સમક્ષ રજૂ કરી, પોતાનાં અંતરાય કર્મનો ક્ષય કરતો જાય છે. આ ક્ષય વિશિષ્ટ રૂપથી થતો હોવાથી તેને શ્રી પ્રભુ પાસેથી
૧૭