________________
કેવળી પ્રભુનો સાથ
આવ્યા કરતી હતી. તેનાં કારણે પાંસળાં પણ દુ:ખ્યા કરતા હતા. આમ આ કાળમાં શારીરિક તકલીફોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં હતો. તેમ છતાં શ્રી પ્રભુની અસીમ કૃપાથી આત્મપ્રવૃત્તિ થયા કરતી હતી, પ્રભુસ્મરણ, ક્ષમાપના, પ્રાર્થનાના સથવારાથી અને કામ કરતી જમણી આંખની સહાયથી, ‘શ્રી કેવળીપ્રભુનો સાથ ગ્રંથનું લખાણ થયા કરતું હતું, ગુરુવારનું વાંચન થતું હતું, શુક્રવારની સામાયિક પણ નિયમિત રીતે થતી હતી, વગેરે. તે બધાંની શુભ અસરથી મારું મન ખૂબ જ શાંત તથા સ્વસ્થ રહેતું હતું. આંખની તકલીફ થવા માટે મારાં જ પૂર્વ કર્મ જવાબદાર છે તેનું દઢત્વ હોવાથી ડોકટર આદિ કોઈનો પણ દોષ મનમાં અંશ માત્ર આવ્યો ન હતો, તે પ્રભુની અસીમ કૃપાનું જ પરિણામ હતું, તેમ હું માનું છું. આ લાભને કારણે દિવસનો લગભગ બધો જ કાળ આત્મારાધનમાં પસાર થતો હતો. તેથી રોજેરોજ કંઈક ને કંઇક નવી જાણકારી આત્મા સંબંધી આવતી જતી હતી, અને તેમાં જ મારું ચિત્ત પરોવાયેલું રહેતું હતું. તેથી જોરદાર શારીરિક અશાતાના ઉદયમાં પણ આત્મશાંતિ વધતી જતી હતી. આ શાંતિને ચિ. નેહલ તથા સચીન દ્વારા રોજ રાતના થતી ભક્તિથી ખૂબ સથવારો તથા પુષ્ટિ મળતાં હતાં.
ઓકટોબર મહિના સુધી મારી આંખની દૃષ્ટિમાં સુધારો જણાતો ન હોવાથી, આપોઆપ મારા મનમાં શ્રી પ્રભુને પ્રાર્થના થવા લાગી કે “પ્રભુજી! મેં પૂર્વમાં કોઈ એવી મોટી ભૂલ કરી છે કે જેનાં ફળ રૂપે આંખની આટલી મોટી તકલીફ આવી છે, અને આપે સોપેલા “શ્રી કેવળ પ્રભુનો સાથ’નું લખાણ જોખમાઈ જાય એવું લાગે છે. આપની આજ્ઞા અનુસાર કોઈ પણ સ્થિતિમાં આ કાર્ય અટકાવવાનું નથી, છતાં બાહ્ય સંજોગો તો આવા દેખાય છે. હે પિતા! પૂર્વે કરેલા આ બધા જ દોષોની ખૂબ પશ્ચાત્તાપ કરી ક્ષમા માગું છું. મારું આ કર્મ પુરુષાર્થ કરાવી જેમ બને તેમ જલદીથી નિવૃત્ત કરાવો. કૃપા કરી મારી આંખ સુધારો, નહિતર આ મોટું કાર્ય હું કઈ રીતે સફળ કરી શકીશ? પ્રભુ! કૃપા કરો.
XX