________________
પ્રાકથન
આંખને સુધારો. મારી આંખ ક્યારે સુધારશો?” વારંવાર થતી આવી વિનંતિના જવાબરૂપે મને આવતું હતું કે ‘બીજા ઓપરેશન પછી.” આથી મને લાગતું કે આ આંખમાં ફરીથી ઓપરેશન કરવું પડશે પણ કંઈ વિશેષ સમજાતું ન હતું. આમ કરતાં ઈ.સ.૨૦૦૭નો ડીસેમ્બર મહિનો આવ્યો. ડો. કુલીન કોઠારીને આંખ બતાવવા ગઈ.
ડોકટરે આંખ તપાસીને જણાવ્યું કે તમારી પહેલી આંખમાં (ડાબી આંખમાં) જોઈએ તેવો સુધારો નથી, પણ તમારી બીજી (જમણી) આંખનો મોતિયો એકદમ તૈયાર થઈ ગયો છે, તાત્કાલિક ઓપરેશન કરાવવાની જરૂર છે. મેં તેમને પૂછયું કે પહેલાં તમે તો મને જણાવ્યું હતું કે બીજી આંખને એક વર્ષ સુધી અડવું જ નથી. તેનું કેમ? તેમણે જવાબ આપ્યો કે હવે જો જમણી આંખનું ઓપરેશન કરવામાં ન આવે તો લેન્સ તૂટી જવાની સંભાવના છે. માટે જેમ બને તેમ જલદી કરવું.
મેં ડોકટર કુલીન કોઠારી પાસે જ બીજી આંખનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આંખમાં કોઈ જાતની તકલીફ ન થાય તે માટે શ્રી પ્રભુને અંત:કરણથી ખૂબ પ્રાર્થના કરતી હતી. અને કરેલાં પાપકર્મની ખૂબ પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગતી હતી. ૩જી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે તેમણે પૂરતી કાળજી અને પૂર્વ તૈયારી સાથે મારી જમણી આંખનું ઓપરેશન કર્યું. પ્રભુ કૃપાથી ઓપરેશન પછી એ આંખમાં કોઈ મુશ્કેલી થઈ નહિ, એટલું જ નહિ પણ આ ઓપરેશન પછીના બીજા જ દિવસથી ડાબી આંખમાં સુધારો જણાવા લાગ્યો. મેં ખૂબ જ આશ્ચર્ય સાથે અનુભવ કર્યો કે પછીના દોઢ મહિનામાં બંને આંખોનું તેજ સરસ રીતે આવી ગયું. મને ઓછા નંબરે સાત લાઈનની દૃષ્ટિ મળી હતી. બંને આંખો પૂર્વવત્ તેજસ્વી બની ગઈ હતી. પ્રભુનું વચન હતું, “બીજાં ઓપરેશન પછી”નો સાચો અર્થ હવે મને સમજાયો. મેં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. અને ક્યારેય પ્રભુને અને પ્રભુના ઉપકારને ભૂલવા નહિ એવી મનોમન પ્રતિજ્ઞા કરી.
xxi