________________
કેવળી પ્રભુનો સાથ
સાથે જ્ઞાનાવરણ તૂટવું જોઇએ. આ બધાંને ક્ષીણ કરવા માટે પૂરતું વીર્ય પ્રગટાવવું જરૂરી છે. આટલું વીર્ય મેળવવા એને લગતાં અંતરાય કર્મનો નાશ અનિવાર્ય છે. આવી અંતરાય તોડવા જીવે શું કરવું જોઈએ? વીર્ય ઉપાર્જન કરવા માટેના અંતરાય તોડવા આજ્ઞારાધન જરૂરી છે. તો જીવે આજ્ઞામાં રહેવું કઈ રીતે?
શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે આજ્ઞામાં સતત રહેવા માટે અંતરંગથી રોમેરોમ અને પ્રદેશ પ્રદેશથી આજ્ઞાપાલન કરવા માટે ભાવ ઉલસવા જોઇએ; સાથે સાથે સંસારના સમસ્ત અજીવ પદાર્થો માટે સર્વ પ્રકારે તુચ્છપણું જીવને વેદાવું જોઇએ. જીવ જ્યારે જીવ અજીવના ભેદને જાણી, વેદી, સહજ સમાધિસ્થિતિમાં લીન બને છે ત્યારે એ આજ્ઞાપાલનમાં જીવ બહ્મચર્યસમાધિ તથા શાતા વેદનીયના અનુભવની સ્પષ્ટતા વેદે છે, અને તેથી આજ્ઞાપાલનની પ્રાપ્તિ માટે લોભ વેદે છે, અને સંસારસ્પૃહનો ત્યાગ વેદે છે – ભાવે છે. આ દ્વિતીય વેદનમાં જીવને આજ્ઞાપાલનનું અસ્મલિત આરાધન અને અનિવાર્ય એવો અપૂર્વ પુરુષાર્થ કરવાની શુદ્ધિ તથા સિદ્ધિરૂપ વીર્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ થતાં જીવ એ આજ્ઞાની પૂર્ણતાની કડીને એક પ્રદેશથી શરૂ કરી સર્વ અશુધ્ધ પ્રદેશ સુધી ઘૂંટી આજ્ઞાને આરાધે છે, સ્થિર કરે છે અને સ્વરૂપમાં લીન બનાવે છે. લીનતા આવવાથી જીવમાં મહાસંવર માર્ગરૂપ આજ્ઞાને મહાઆશ્રવ એવું મહાસંવર માર્ગની આજ્ઞામાં પરિણમાવવાની શક્તિ આવે છે. આવી ક્ષમતા આવવાથી જીવ પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકે છે. ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકાવાથી વર્તતા લોભને જીવ પોતાથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પરિણમાવે છે, અને સ્વસંતોષવાળા પરમાર્થ લોભને તે શ્રી પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં પરિણમાવે છે.
એક વખત જીવને આ અતિ દુષ્કર, અતિ દુર્લભ તથા અતિ અતિ ઊંડા એવા શ્રી પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભની પ્રાપ્તિ થયા પછીથી એ જીવને શ્રી પંચપરમેષ્ટિના પંચામૃતથી બહ્મચર્ય સમાધિની પ્રાપ્તિ થાય છે. એ વખતે જીવ ‘દેહ છતાં દેહાતીત’પણાનો અનુભવ કરે છે.
૧૪