________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
માટે શ્રી ૐના ભક્તિ, વિનય તથા આજ્ઞાની ઉપાસના કરતાં, આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનું પાલન કરતાં, યોગ્ય આભાર વ્યક્ત કરવાની શક્તિ મેળવવા જતાં, શબ્દરૂપી પુદ્ગલની અલ્પતા વેદી, આત્મપ્રદેશથી જીવ ઉત્કૃષ્ટતાએ આજ્ઞાપાલન વેદે છે. આ અનુભવમાં આભાર વ્યક્ત કરવાના આશયથી જે આજ્ઞાપાલન પ્રભુકૃપાથી થાય છે, તેનાથી ઋણમુક્તિનો સંકલ્પ ઋણવૃદ્ધિમાં પરિણમે છે – આવું અદ્ભુત છે શ્રી પ્રભુરૂપ પંચપરમેષ્ટિ ભગવંતની અપૂર્વ આરાધનાનું ફળ. આ પુરુષાર્થથી અપૂર્વ તથા ગૂઢ અને ગુપ્ત સિદ્ધાંત પ્રભુકૃપાથી સમજાય છે. શ્રી અરિહંત પ્રભુની આજ્ઞા લઈ, એમણે વહાવેલા પંચપરમેષ્ટિ પરમાણુના સાથથી અને આત્માનુબંધી યોગની કૃપાથી એને અહીં ટપકાવીએ છીએ.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પુરુષાર્થનો ધુવકાંટો છે: જનકલ્યાણની ભાવના ઉત્કૃષ્ટતાએ વેદી, પુરુષાર્થ કરી ઋણમુક્ત થવું. આ ઘુવકાંટામાં બે લાક્ષણિકતા જોવા મળે છે. (૧) સાધકને સભાનપણું હોય છે કે મને જે જે વસ્તુ, પદાર્થ, સિદ્ધિ કે અનુભવ પ્રાપ્ત થાય છે તે તે મારાં નથી, પણ મારાથી ઉચ્ચ આત્મા તરફથી દાનમાં મળેલી પ્રસાદી છે. માટે આ પ્રાપ્તિનો સ્વછંદે ઉપયોગ કરવો તે મારી અલ્પમતિ માટે અયોગ્ય છે, આ પ્રાપ્તિનો યથાર્થ ઉપયોગ તો દાતારની આજ્ઞામાં રહીને જ કરવો જોઈએ.
(૨) મને જે કંઈ પ્રાપ્તિ થઈ છે તે પાંચ સમવાયના અપૂર્વ સંમેલનના આધારે જ થઈ છે. તેથી જ્યારે એ સંમેલન આહાર માટે વિખરાઈ, વિહાર માટે મળે છે તે જ ક્ષણે કે સમયે પ્રાપ્તિના આહારને તજીને વિહારનો આરંભ કરવો જોઈએ, અને જ્યારે વિહારના પાંચ સમવાય વિખરાઈ નિહાર માટે મળે છે, ત્યારે એ જ ક્ષણે કે સમયે આહારનો સંપૂર્ણ નિરોધ કરી, વિહારને તજીને માત્ર નિહાર કરવો જોઇએ. આ રીતે આરાધન કરવાથી જીવને પ્રાપ્તિનો ગેરુપયોગ કે અપૂર્ણ પ્રાપ્તિનું ભયસ્થાનક રહેતું નથી.
આજ્ઞાનું આવું પાલન કરવા માટે જીવે એ આજ્ઞાને યોગ્ય સમયે સાંભળવી જોઇએ અને પાળવી જોઈએ. તે માટે જીવનાં દર્શનમોહ તથા ચારિત્રમોહ ક્ષીણ થવા
૧૩