________________
કેવળી પ્રભુનો સાથ
પોતાના દોષો ઘટાડતો જાય છે. પરિણામે તેને અપૂર્વ શાંતિ તથા સુખનું વેદન થાય છે જે પૂર્વનાં સુખશાંતિનાં વેદન કરતાં ઘણું વિશેષ હોય છે. તેનું કારણ છે ગુણોની વૃદ્ધિ અને દોષોની હાનિ.
આ માર્ગમાં સતત અડગ રહેવા માટે જીવે માન કષાયને માનગુણમાં રૂપાંતરિત કરવો પડે છે. જીવને શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. “આળસ મેલીને આવો મેદાનમાં, સમજો સદ્ગુરુજીની શાન.”
આ પ્રમાણે શ્રી પ્રભુ જીવના માન કષાયને માન ગુણમાં ફેરવાવી તેની પૂર્ણ આજ્ઞાસિદ્ધિ મેળવવાની પાત્રતામાં વધારો કરાવે છે. જેમ જેમ આ ગુણો વધતા જાય છે, તેમ તેમ જીવ વધારે તીક્ષ્ણ ઉપયોગ સાથે વર્તન કરતો થાય છે. અર્થાત્ તે વધારે ને વધારે વ્યવહાર શુદ્ધિ તથા પરમાર્થ શુદ્ધિને વધારવા પુરુષાર્થી બને છે. યોગ્ય ઝીણવટ કેળવી વર્તન સુધારતો જાય છે, એટલું જ નહિ તેમાં દોષ ચલાવી લેવાની વૃત્તિ ફગાવતો જાય છે અર્થાત્ તે વધુને વધુ કડક નિયમપાલન કરતો થાય છે. આ ક્રિયા વિચારતાં ક્રોધ કષાય કેવી રીતે ક્રોધ ગુણમાં રૂપાંતર પામે છે તે સમજાશે.
આ પ્રકારે શ્રી પ્રભુ, ચારિત્રમોહના ચાર કષાયને ચાર ગુણમાં પલટતાં શીખવી, પૂર્ણ કલંકરહિત અડોલ દશાએ પહોંચવા સુવિધા કરાવે છે. આ ચારે ગુણના મિશ્રણથી નીપજતા રાગગુણ તથા દ્વેષગુણની સહાયથી જીવ રાગ તથા દ્વેષના દોષોને કાઢી શકે છે. આમ કરવાથી જીવ મહાસંવર માર્ગની મહાસંવરતા પામી મહાઆશ્રવ માર્ગ માટે તૈયાર થતો જાય છે.
ચારિત્રમોહના ચાર ભાગ અને કર્મબંધનનાં કારણનું મૂળ એવા ચારે કષાયને કર્મવિપાક તરફ જતાં અટકાવી ગુણમાં પરિણમાવવાની ચાવી આપણને શ્રી પ્રભુએ ૫૨મ કરુણા કરી સુગમ તથા સચોટપણે વર્ણવી દાખવી છે. આનો ઉપકાર માનવા
૧૨