________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
શ્રી પ્રભુના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જીવનો પુરુષાર્થ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા” મેળવવાનો હોવો જોઈએ. આ પુરુષાર્થનું મધ્યબિંદુ છે – આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત, મહાસંવર માર્ગ પ્રેરિત મહા આશ્રવ માર્ગથી, લોભને પોતાથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં અને તે લોભને પ્રભુથી સંતોષાય એવા પરમાર્થ લોભમાં સમયે સમયે પરિણાવવો. માટે આ પુરુષાર્થને સમજવા મહા આશ્રવ માર્ગ, પરમાર્થ લોભ તથા તેના પરિણમનને ઊંડાણથી સમજવું જરૂરી બને છે.
મહા આશ્રવ માર્ગમાં જીવ આશ્રવ પર લક્ષ કેંદ્રિત કરે છે. આશ્રવવું એટલે ગ્રહણ કરવું. ઉત્તમને ગ્રહણ કરવામાં બે લાક્ષણિકતા જોવા મળે છે. (૧) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ, પદાર્થ, ગુણાદિનો પોતામાં અભાવ હોવો અને એ અભાવને જાણવો. (૨) જે વ્યક્તિ, આત્મા, પદાર્થ કે અન્ય પાસે એ વસ્તુ, પદાર્થ કે ગુણાદિની પ્રાપ્તિનું સાધન દેખાય તેની પાસેથી તે મેળવવા માટે પ્રાર્થના કરવી, અને એ પ્રકારે વ્યવહાર કરવો કે જેથી તેની પ્રાપ્તિ થાય. આ પરથી નક્કી થાય છે કે આશ્રવ માટે મુખ્યત્વે બે તત્ત્વ જીવમાં હોવા જરૂરી છે (૧) લોભ કે ઇચ્છા (૨) યાચકપણું.
આ મુખ્ય બે ગુણોના પેટાવિભાગમાં અન્ય અનેક ગુણો આવે છે, જેમકે નિર્માનીપણું, મધ્યસ્થતા, વિનય, ભક્તિ, આજ્ઞા ઇત્યાદિ. જીવ અનાદિ કાળથી વિભાવ કરતો જ આવ્યો છે. આ કુટેવને શ્રી પ્રભુ મહામાર્ગના ગુણ રૂપે ફેરવાવે છે. આ માર્ગ જીવના અનાદિકાળના અભ્યાસને અનુરૂપ છે, તેથી તેને તેમાં સરકવું સુગમ અને સુલભ લાગે છે. પરંતુ આ માર્ગમાં એક મોટું ભયસ્થાનક પણ છે. જીવ આશ્રવ માર્ગને આદરે છે ત્યારે એ આશ્રવ ગુણોનો છે, પુદ્ગલનો છે, વિભાવનો છે કે કર્મનો છે, તેની પરખ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તે કરી શકતો નથી. પરંતુ જ્યારે તે પુરુષાર્થની અતિ સૂક્ષ્મતા સાથે અપ્રમાદી કલ્યાણભાવમાં એકતાર થાય છે, અને તેમાં પ્રત્યેક સમયે રત રહે છે ત્યારે તેને એની સ્પષ્ટ પરખ આવે છે. તે પરથી યોગ્ય જણાશે કે આ માર્ગનો યથાર્થ ઉપયોગ તીર્થકર કે ગણધર પદ નિકાચીત કરનારને અને અન્ય પરમેષ્ટિને પદ ઉદયમાં આવ્યા પછી જ થાય છે. એનો અર્થ એ થયો કે
૧૫