________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
હોય છે. લાંબા ગાળાના આ શુભ ભાવના પરિણામ રૂપે એમનો આત્મા આગલા મનુષ્ય જન્મમાં અતિ દુર્લભ છતાં અતિ કલ્યાણકારી એવું તીર્થકર નામકર્મ બાંધે છે. આ બંધ કર્યા પછી એમની કલ્યાણભાવના ધ્રુવબંધી થાય છે. અને એ ધ્રુવબંધનો અંત ૧૪માં ગુણસ્થાને આવે છે; કે જ્યારે એમનો આત્મા યોગનું રુંધન કરે છે. તે પરથી સમજાય છે અને એક ગુપ્ત રહસ્ય પ્રગટ થાય છે કે કેવળી પર્યાયમાં પણ જ્યારે શ્રી અરિહંત પ્રભુનો આત્મા યોગ સાથે જોડાય છે ત્યારે તે શાતા વેદનીય આશ્રવવા સાથે તીર્થકર નામકર્મના – કલ્યાણભાવનાં પરમાણુઓ પણ મોટી માત્રામાં આશ્રયે છે. જો આ ખેંચાણ ન હોય તો કલ્યાણરૂપ શાતા વેદનીયની તીવ્રતા કે તીણતા વધી શકે નહિ અને ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ મેળવવાના અંતરાયના ક્ષય માટે યોગ્ય આચરણ થઈ શકે નહિ, અને ધર્મના સનાતનપણા તથા મંગલપણાના ભારથી તે તીક્ષ્ણતા ઘણી ઘટી જાય.
આ પ્રક્રિયા વિશેષ ઊંડાણથી વિચારીએ. શ્રી અરિહંત પ્રભુને નિયમપૂર્વક ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુસાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકાના પંચપરમેષ્ટિના પુરુષાર્થમાં સ્થાન પામે એવા કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ હોય છે. આ ગૂઢતા જાણવાનો આપણે પ્રયત્ન કરતાં નથી, પરંતુ શ્રી પ્રભુ તો આમ કલ્યાણ જ કરે એવું માની લઇએ છીએ. ઉપરનો નિયમ થવા પાછળ શ્રી પ્રભુનો કેવો પુરુષાર્થ તથા ફાળો રહેલો છે તેનો તો વિચાર પણ આપણે કરતા નથી. અને “આમ તો હોય જ’ – ‘તેઓ આમ કરે જ' એમ પ્રભુજીને પ્રભુ રૂપે સ્વીકારી લઈ, તેમના પુરુષાર્થને ગૌણ કરી દઇએ છીએ – ગૌણ સમજીએ છીએ.
પરંતુ આપણા પર અસીમ કૃપા કરી શ્રી પ્રભુ આપણને શ્રી અરિહંત પ્રભુનો પુરુષાર્થ જણાવે છે. શ્રી અરિહંત પ્રભુના પુરુષાર્થમાં લોકકલ્યાણના ભાવ સાથે સહુ જીવ ધર્મની પ્રાપ્તિ કરે અને ધર્મની શાંતિ મેળવે એ ભાવ ભળેલા હોય છે. આ કારણસર એમનો આત્મા ધર્મની પ્રાપ્તિ, તેમાંથી જન્મતી શાંતિ તથા જે જે ગૂઢ રહસ્યોને મેળવે છે, તેનું તેઓ વિના સંકોચે, વિના પ્રમાદે અમુક યથાયોગ્ય પાત્ર જીવોને દાન કરી સ્વરૂપ સિદ્ધિ મેળવવામાં તેઓને સહભાગી કરે છે. એમનો
૩૧