________________
કેવળી પ્રભુનો સાથ
વિલંબે પૂર્ણ ઉપયોગ સહિત, અપ્રમત્તપણે રોમેરોમ તથા પ્રદેશેપ્રદેશથી અબાધક ભૂમિકાની પૂર્ણતા સાથે ભજો. આવા અપૂર્વ ભજનમાં શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત પંચ-પરમેષ્ટિની પૂર્ણ ચરણસેવાથી તથા પુરુષાર્થથી આ સૂક્ષ્મ, ગંભીર તથા ગૂઢ માર્ગ અતિ સહજતાએ, વિના અંતરાયે તમારા દરેક પ્રદેશમાં ક્રમિક ભૂમિકાથી વિકાસ પામતો જશે.”
આ માટે શ્રી પ્રભુનો ઉપદેશ છે કે, “આણાએ ધમ્મો, આણાએ તવોને ‘સમય ગોયં મા પમાયએથી “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિમાં ફલિત કરતાં કરતાં ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિથી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ' સુધી પહોંચી, અકંપ અને અડોલ સ્વરૂપ પામવા માટે સતત સાથ આપનાર એવા ‘ૐ ગમય આણાય, આણાયું ગમય ૐ” થી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણથી પ્રેરિત એવી પૂર્ણ આજ્ઞાસિદ્ધિને પામો, જેથી તમે પૂર્ણ કલંકરહિત અડોલ દશા'ના કર્તાભોક્તા થઈ શકો. આ દશાથી તમે લોકકલ્યાણનાં
અતિશૂળ તથા અતિસૂક્ષ્મ રૂપને દવા તથા માણવા સમર્થ થશો; એટલું જ નહિ પણ ‘શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી આવતી બહ્મસમાધિ પામી ‘શ્રી કેવળીપ્રભુના સાથ’ને સતત સાદિ અનંત કાળને માટે “સિદ્ધપદ'માં અનુભવી શકશો; અન્ય ને અનુભવાવી શકશો તથા તેનો અનુભવ કરતાને અનુમોદી શકશો. આ દ્રવ્ય ઉત્તમ છે, ક્ષેત્ર ઉત્તમ છે, કાળ ઉત્તમ છે, ભવ ઉત્તમ છે; માટે ભાવને ઉત્તમોત્તમ કરી અપૂર્વ તથા અતિ દુર્લભ સંયોગની સફળતાની ટોચે પહોંચો.”
શ્રી અરિહંત પ્રભુ ધર્મનું પ્રરૂપણ તથા સ્થાપન નિયમપૂર્વક સમૂહગત તથા મોટા પાયે કરે છે. કોઈ પણ અરિહંત ભગવાન વ્યક્તિગત તથા અંગત ધર્મપ્રરૂપણ કરતા નથી. આ વાત ઊંડાણથી સમજતાં એમના પુરુષાર્થની એક અતિ અગત્યની છતાં અતિ ગુપ્ત લાક્ષણિકતા પ્રગટ થાય છે. શ્રી પ્રભુ તથા શ્રી ગુરુની આજ્ઞાથી આ ગંભીર રહસ્યને શબ્દદેહ આપવાનો પુરુષાર્થ કર્યો છે. જેથી ભેદજ્ઞાનથી પરિપૂર્ણ એવી અભેદદશા મેળવવાના અંતરાયો સમૂહગત પુરુષાર્થથી પ્રદેશોદયથી ક્ષય થાય.
આપણે બધા જાણીએ છીએ કે શ્રી અરિહંત પ્રભુ છેલ્લા આવર્તનમાં લગભગ ૨૫૦ થી ૩૫૦ ભવમાં સૂક્ષ્મ સ્થૂળ રૂપે જીવ સમસ્તના કલ્યાણના ભાવ કરતા
૩૦