________________
કેવળી પ્રભુનો સાથ
આત્મા છદ્મસ્થપણામાં પણ ધર્મની પ્રાપ્તિને ગુપ્તપણે આચરતો નથી, પરંતુ પાત્ર જીવોને તેનું દાન કરતો જાય છે. જો તેઓમાં આ જાતનો પુરુષાર્થ હોત નહિ તો શ્રી અરિહંત પ્રભુને નિયમપૂર્વક પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સમૂહનો સાથ મળવો કઈ રીતે શક્ય બનત? વળી, શ્રી તીર્થંકર પ્રભુના નિમિત્તથી નિત્ય નિગોદમાંથી નીકળનાર જીવ ભાવિમાં તીર્થંકર થવાના જ છે એ જ સૂચવે છે કે તે જીવ ભાવિમાં નિયમપૂર્વક લોકકલ્યાણની ભાવના કરવાનો છે, અને તે ભાવનાનું દાન પણ ક૨વાનો છે; જેથી તે દાન સ્વીકારી એમના સાનિધ્યમાં શ્રી ગણધર પ્રભુના આત્મા પણ લોકકલ્યાણની ભાવના કરવામાં જોડાવાના છે. આ પરથી શ્રી અરિહંત પ્રભુની એ લાક્ષણિકતા પ્રગટ થાય છે કે, જે ભાવ એમને સ્વયંભૂ છે, એ ભાવ પણ તેઓ પોતા પૂરતા સિમિત ન રાખતાં, સર્વ જીવ એ ભાવ કરી શકે એવા ગુપ્ત આશયથી દાન આપતાં રહે છે. જે જીવો આ દાન સ્વીકારી ૧૦૦ ભવ સુધી તેમની સાથે શુભ સંબંધમાં રહી લોકકલ્યાણની ભાવના તેમના આધારે કરતા રહે છે તેઓ છેવટમાં અતિ કલ્યાણકારી એવા ગણધરપદને પ્રાપ્ત કરે છે. ગણધર પ્રભુના જીવ કક્ષાનુસાર વિનય, ભક્તિ તથા આજ્ઞાપાલન સહિત એ ભાવને ગ્રહણ કરતા જઈ, વધારતા જઈ, એ ભાવને વ્યક્તિગત મૂર્તરૂપ આપી, કલ્યાણની સ્પૃહારૂપ સંસારીભાવને એ ભાવમાં ભેળવી દે છે, જેથી તેમનો એ ઉચ્ચ ભાવ સંસારી જીવો સ્થૂળરૂપે સંસારીપણામાં પણ ઓળખી શકે.
૧૫૦
=
શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુ સિવાયના કોઈ પણ જીવ માટે નિત્યનિગોદમાંથી નીકળતી વખતે નક્કી થઈ શકતું નથી કે એ જીવ લોકના સમસ્ત જીવો માટે કલ્યાણભાવના કરી શકવાના છે. આ કથન સત્ય હોવા સાથે આપણે સહુ જાણીએ છીએ કે શ્રી તીર્થંકર પ્રભુના સંગમાં નિયમ પૂર્વક ગણધર પ્રભુ સાથે પંચપરમેષ્ટિ આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી કલ્યાણભાવ કરે જ છે. આ ત્રણ કક્ષાના જીવો (આ. ઉ. સા.) શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુથી પ્રેરાઈને લોકકલ્યાણની ભાવના કરે છે. અને તેમની આ ભાવનાની શરૂઆત આત્મદશામાં અમુક માત્રામાં આગળ વધ્યા પછી જ થાય છે, અજ્ઞાનાવસ્થામાં આ ભાવના
૩૨