________________
કેવળી પ્રભુનો સાથ
વિષયોનું એકબીજા સાથેનું જોડાણ જાણવાથી મારો પ્રભુ માટેનો અહોભાવ તથા પૂજ્યભાવ ઘણો વેદાતો હતો. અરે! આજે પણ એટલો જ વેદાય છે.
જીવ પોતે સમજણ પામી, સત્પરુષનાં શરણે જઈ, આત્મશુદ્ધિનું ભગીરથ છતાં મહામંગળ કાર્ય હાથ ધરી શકે છે. તે માટે વિકાસનાં સોપાન ચડવામાં બાર ભાવનાની સમજણ અનેરો સાથ આપે છે. તેની સહાયથી તે તત્ત્વની ઊંડી ગહન વાતો સમજી તેનું મનમાં ઘૂંટણ કરી શકે છે. પોતે હાથ ધરેલાં કાર્યની સિદ્ધિ માટે તથા પરકલ્યાણાર્થે જીવ છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી ઉપદેશક બની શકે છે. તેમાં પ્રાથમિક અવસ્થામાં તે અન્ય જીવોને વ્યવહારનયથી ઉપદેશ આપે છે. આ ઉપદેશમાં સંસારની અસારતા, અનિત્યતા, જીવનું એકત્વ, અન્યત્વ આદિ બાર ભાવના વિશેની સમજણ અપાય છે. વ્યવહારથી સંસારનું પ્રતિકૂળ સ્વરૂપ જીવોને દર્શાવી સપુરુષો તેમને ધર્મસન્મુખ કરતા જાય છે. શ્રી પ્રભુના મહામાર્ગનો આ પ્રથમ વિભાગ થાય છે. ૧૯૮૯ના પર્યુષણમાં આરાધનાના પ્રથમ વિભાગનું પ્રગટીકરણ થયું અને મને વૈરાગ્યના અદ્ભુત વેદનનો લહાવો લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
સાધક અને શ્રોતાવર્ગ આરાધન કરતાં કરતાં આત્માર્થે આગળ વધે છે ત્યારે આ વ્યવહારનય, શુદ્ધ વ્યવહારનય બની નિશ્ચયનયમાં પલટાતો જાય છે. જીવ જ્યારે નિશ્ચયનયનાં આરાધન સુધી પહોંચે છે ત્યારે તેમાં છ દ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તેનાં શુધ્ધ રૂપમાં જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે. તે બધાંનાં એકબીજા સાથેના સંબંધ, તેમનાં કાર્યો, તથા તેમનાં શુદ્ધ સ્વરૂપની ઓળખ તેમને મળે છે. તેનાં આધારે તે જીવ ક્ષપક શ્રેણિ માંડી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરવાની તૈયારી કરે છે. આ સ્વરૂપની સમજણ લેવી તથા આપવી એ નિશ્ચયનયનું કાર્ય છે. આવતી આવી સમજણને કારણે કંઈક તત્ત્વનાં સિદ્ધાંતનાં રહસ્યો મેળવવા પુરુષાર્થ કરવા ઈચ્છા થયા કરતી હતી. પણ શું કરવું તે વિશે કોઈ સ્પષ્ટતા આવતી ન હતી. માર્ગદર્શન મેળવવા માટે પ્રાર્થના ચાલુ હતી. થયેલી ભૂલો માટે ક્ષમા પણ માગતી જતી હતી. ધીમે ધીમે
૨૭)