________________
કેવળી પ્રભુનો સાથ
નિશ્ચયનયની જાણકારી લેવામાં વ્યસ્ત બને છે. આ વાતની પ્રતીતિ મને ત્યારે મળી જ્યારે ઈ.સ. ૧૯૯૩ની ગુરુપૂર્ણિમાથી મેં આ ગ્રંથના અભ્યાસની શરૂઆત કરી. તેમાં મને નિશ્ચય તથા વ્યવહારનયથી લોકમાં વ્યાપી રહેલાં છ દ્રવ્યનો અભ્યાસ કરવાની તક મળી. પૂર્વે વાંચેલ શ્રી કુંદકુંદાચાર્ય રચિત “પંચાસ્તિકાયની પણ આ ગ્રંથ સમજવામાં ઘણી સહાય રહી હતી.
બૃહદ્ દ્રવ્ય સંગ્રહમાં ત્રણ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં ૨૭ શ્લોક છે, અને તેમાં જીવ તથા પુદ્ગલનું સ્વરૂપ નિશ્ચય તથા વ્યવહારનયથી સમજાવેલું છે. બીજો અધ્યાય અગ્યાર શ્લોકનો બનેલો છે, અને તેમાં જીવ, પુદ્ગલ સિવાયનાં બાકીના સાત તત્ત્વ આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, પાપ તથા પુણ્યને વિગતથી સમજાવ્યાં છે. તે વિચારતાં જીવને સંવર તથા નિર્જરા કરવાની અગત્ય સમજાય તેમ છે. ત્રીજા અધ્યાયમાં ૨૦ શ્લોક છે, તેમાં વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગનું નિરૂપણ જોવા મળે છે. તેમાં સમ્યત્વનાં લક્ષણો, આઠ ગુણો, રત્નત્રયનું આરાધન, ધ્યાન, તેનું સ્વરૂપ, નમસ્કારમંત્રની ઉપયોગિતા, આદિ સમજાવેલ છે. જીવે સ્વરૂપની સિદ્ધિ કરવા માટે જે ઉપાયો યોજવા જોઈએ તે કેવી રીતે કરવા, એ આ ગ્રંથનું મુખ્ય હાર્દ હતું. તેની જાણકારી મુમુક્ષુઓને માર્ગમાં આગળ વધવા પ્રોત્સાહક બની હતી.
આમ ઈ.સ.૧૯૯૩ સુધી એકબીજા સાથે સમાન્ય સંબંધ ધરાવનારા છતાં સ્વતંત્ર કહી શકાય એવા વિષયો મને મળતા ગયા. આ વિષયોનું પૃથક્કરણ કરીએ તો જણાય છે કે પર્યુષણમાં મોટા ભાગે કોઈ મહાન આચાર્યની કૃતિ જ લેવાયેલી છે. જેમણે આત્મદશામાં આગળ વધી, પોતાના અનુભવનો નિચોડ ગ્રંથમાં ઉતાર્યો હોય તેવા ગ્રંથોનો અભ્યાસ કરાવી, તેમાંથી શું ગ્રહણ કરવું તેનું અનુભવગમ્ય માર્ગદર્શન શ્રી પ્રભુ આપણને આપતા જણાય છે. અથવા તો આવા ગ્રંથોની રચના કરનાર જીવોનાં જીવન કેવાં હોય તેનો પરિચય આપતા વિષયો જોવા મળે છે. ઉદા. ત. જીવનો વિકાસક્રમ, કૃપાળુદેવનો આત્મવિકાસ. બાકી મોટા ભાગે તો ઉત્તમ આત્માઓ રચિત કૃતિઓ જ પર્યુષણમાં લેવાઈ છે. આના
૨૭૬