________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કે જે જીવ આ ધર્મરૂપી નોળિયાને સજીવ રાખવામાં ફાળો આપી શકે. અર્થાતુ જે જીવ ધર્મની મંગલતા કાયમ રાખવા ધર્મનાં સનતાનપણાના ભાવ વેદે છે, તે જીવ તે મહાત્માની ઋણમુક્તિનું સહાયભૂત સાધન થાય છે. જ્યારે આવો જીવ ઋણમુક્તિનું સાધન થાય છે ત્યારે એ મહાત્મા એ જીવના ઋણી બને છે, તેથી તે મહાત્માએ જો આ ઋણથી મુક્ત થવું હોય તો તે જીવને સમજાય તેવી ભાષાથી જ જણાવવું ઘટે. છદ્મસ્થ હોવાથી જીવ તો રાગી જ છે, તેથી પોતાની ઋણમુક્તિ માટે મહાત્માએ પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. મહાત્મા દ્વારા સેવાતા રાગભાવથી એ જીવને આ લોકનો સહુથી ઉચ્ચ પુરસ્કાર મળે છે, તે છે “વીતરાગીનો રાગ”. જેને આ પુરસ્કાર મળે છે તેને જીવત્વ છોડી પરમાત્મત્વ પામવાનું નિકાચીત કર્મ બંધાય છે. આ કર્મની નિકાચીતતા જેટલી ઘટ્ટ તેટલા પ્રમાણમાં એ જીવને પાંચ સમવાય તથા પંચાસ્તિકાયનાં ધ્યેયને સફળ કરવાની પ્રવૃત્તિ વિશેષ થાય છે. માટે હે જીવો! તમે ધર્મને વેદો, એ વખતે ધર્મનાં સનાતનપણાના ભાવ ઉગ્રતાથી કરો, તો આ જ સંસારમાં, કષાય તેમ જ કર્મનાં દુનિમિત્તોમાં રહીને પણ તમે મોક્ષસુખને માણી શકશો.”
અહો પ્રભુ ! તમારી અપરંપાર કરુણાને વંદન હો. તમે જ અમને તમારી આજ્ઞામાં રાખી, ધર્મનાં સનાતનપણા માટે ઉગ્ન ભાવ કરાવો, એ જ તમારા દાસાનુદાસની રોમેરોમ તથા પ્રદેશેપ્રદેશથી સર્વકાલીન ચાલે એવી વિનંતિ છે.”
“હું પામી છું ખૂબ મારા વીતરાગીનું હેત રે, તમો તે પામીને છૂટો, એ મારી મહેચ્છા રે
“આજે હું તો પ્રભુ આજ્ઞાએ ઘણું ઘણું પામી રે.” શ્રી વીતરાગીનો રાગ પામવાથી જીવને આજ્ઞાધીન થયા પછી ઘણા ઘણા કોયડાના ખુલાસા થતા જાય છે. અને કર્મ સંબંધી કેટલીયે ઊંડાણભરી સમજ એવી સરસ રીતે મળે છે કે જીવને પોતાનાં શેષ કર્મો ક્ષીણ કરવા અને અન્યને કર્મો ક્ષીણ કરાવવામાં સહાય કરવી સહજ થઈ જાય છે.