________________
કેવળી પ્રભુનો સાથ
મોહ સહિતનાં સર્વ ઘાતી કર્મો આત્માના ગુણને હણે છે, અને વેદનીય આદિ સર્વ અઘાતી કર્મો આત્માના ગુણને હણતા નથી, ઘાતી અઘાતી વચ્ચેના આ મૂળ તફાવતને લીધે આત્મપ્રદેશ પરના કર્મનાં આકાર અને સ્થાનમાં ફરક રહે છે.
ઘાતકર્મ આત્માના પ્રદેશ પર સીધા પુદ્ગલરૂપે ચીટકે છે, આત્માના વિભાવને કારણે એમનું સ્થાન અનાદિકાળથી સચવાયેલું રહે છે. જીવ જ્યારે વિભાવમાંથી નીકળી સ્વભાવ તરફ વળતો જાય છે, ત્યારે જીવના આત્મપ્રદેશ અને ઘાતકર્મનાં પુદ્ગલ વચ્ચેનું અંતર વધતું જાય છે. તે અંતરની માત્રા અમુક હદ સુધી આવે છે ત્યારે ઘાતકર્મનો ક્ષય કરવો વધુ ને વધુ સહેલો થતો જાય છે. કારણ કે જીવ અને અજીવનો મૂળભૂત સ્વભાવ એકબીજામાં એકરૂપ થઈને રહેવાનો નથી. પરંતુ બીજી બાજુ અઘાતી કર્મની ખાસિયત જીવને ઘાતી કર્મનો ક્ષય કરતાં અટકાવે છે.
ઘાતી કર્મનાં સ્વરૂપ કરતાં અઘાતી કર્મનું સ્વરૂપ જુદું હોય છે. તેનું ચિત્ર આ પ્રમાણે હોય છે –
અઘાતિ કર્મ આત્મપ્રદેશ
બાહ્ય અંતરાય કર્મ
- બાહ્ય અંતરાય કર્મ
અંતરંગ અંતરાય કર્મ અઘાતિ કર્મ આત્મગુણ કરતાં શરીર સાથે વિશેષ સંબંધ ધરાવે છે. જીવ ઘાતિ કર્મ આત્માથી વેદે છે. અર્થાત્ તેનાથી આત્માના ગુણો અવરાય છે, ત્યારે અઘાતિ કર્મ મુખ્યતાએ શરીરનાં સાધન દ્વારા વેદે છે. આ ભેદને કારણે જીવ સ્વભાવથી વિમુખ બની, શરીર સાથેની એકરૂપતા વધારે તે માટે જીવના આત્મપ્રદેશ પર ગાઢ અંતરાય કર્મનો પટ્ટો બને છે. આ પટ્ટા પર અઘાતિ કર્મ બેસે છે; અને અઘાતિ કર્મ ઉપર બાહ્ય અંતરાય કર્મનો પટ્ટો બંધાય છે, જે અન્ય શુભ આત્માના શુભ કલ્યાણમય ભાવોથી અઘાતિ કર્મનું રક્ષણ કરે છે. આવું બાહ્ય અંતરાય કર્મનું પડ ઘાતિ કર્મ