________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
પર છવાતું નથી, તેથી જ્યારે જીવ વિભાવ ત્યાગી સ્વભાવ તરફ વળે છે ત્યારે તેનાં ઘાતિ કર્મ જીવના પુરુષાર્થ અનુસાર, તથા છ દ્રવ્યના લક્ષણાનુસાર વિખરાઈ જાય છે, પરંતુ અઘાતિ કર્મની બાબતમાં આમ થતું નથી. ત્યાં અંદરનું ગાઢ અંતરાય કર્મ અઘાતિ કર્મને આત્મપ્રદેશથી દૂર રાખે છે, અને તે કર્મને વેદવામાં બાધાકારક થાય છે કેમકે પુદ્ગલ પુદ્ગલ એકબીજાને ચીટકીને રહે છે. બે અંતરાયના પડની વચ્ચે રહેલા અઘાતિ કર્મને ભોગવવા માટે જીવે તેના વિપાકોદય માટે રાહ જોવી પડે છે.
પરંતુ જીવને જો અઘાતિ કર્મનો ક્ષય વેગથી કરવો હોય તો તેણે એક અતિગુપ્ત અને ગંભીર પ્રક્રિયાનો આશ્રય લેવો પડે છે; જે પ્રક્રિયા મુખ્યત્વે સયોગી તથા અયોગી કેવળીપ્રભુ વાપરે છે. છદ્મસ્થ અવસ્થા જેમનાં નામકર્મ બંધાઈ ગયા હોય તેવા ભાવિ તીર્થકર અને ગણધર પ્રભુ, કે જેમના આત્માનુબંધી યોગ અથવા આત્માનુયોગ સક્રિય થયા હોય તથા જેમને આજ્ઞાનો ધુવબંધ કે તેથી આગળના ધુવબંધુ સક્રિય થયા હોય તેઓને જ આ પ્રક્રિયાની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત તે જીવના ઓછામાં ઓછા પાંચ કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થયા હોવા જોઇએ.
શ્રી પ્રભુની પરમ કૃપાથી તે પ્રક્રિયા આમ જણાય છે. લોકના પ્રદેશો અસંખ્યાત અને સર્વવ્યાપી છે. જ્યાં જ્યાં પુદ્ગલ છે ત્યાં ત્યાં લોકના પ્રદેશો તો હોય જ છે. માટે
જ્યાં અઘાતિ કર્મનું અસ્તિત્વ છે ત્યાં જીવના પ્રદેશો કદાચ ન હોય તો પણ લોકના પ્રદેશો તો હોય જ છે.
ઉપર જણાવેલી શરતો પૂરી કરનાર ભાવિ તીર્થકર કે ગણધરને એક ગુપ્ત સિદ્ધિ આવે છે. શરીરના જે ભાગમાં શ્રી પ્રભુની આજ્ઞા હોય તે ભાગમાં તે પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓને ફોરવી શકે છે. જે ભાગમાં વેદનીય કર્મની મુખ્યતાવાળું અઘાતિ કર્મ રહે છે, તેના નીચેના ભાગમાં રહેલા લોકપ્રદેશ પર જીવ શ્રી પ્રભુની આજ્ઞાથી પંચપરમેષ્ટિનાં ગ્રહણ કરેલા કલ્યાણનાં પરમાણુઓનો સંચય કરે છે. આ સંચય કરવા તેને વિભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પંચપરમેષ્ટિનાં પરમાણુઓની જરૂરિયાત થાય છે. આજ્ઞાંકિત જીવ પોતાના સક્રિય કેવળીગમ્ય પ્રદેશની સહાયથી આખા લોકમાં પર્યટન કરી, પંચપરમેષ્ટિના યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ
૪૩