________________
કેવળી પ્રભુનો સાથ
‘રાગ’નો ફાળો કઇ અપેક્ષાએ છે તે જણાશે. તે જાણી સંસારના મુખ્ય કારણરૂપ રાગને તું વિશુદ્ધ કરી સંસારમાં રહીને પણ મોક્ષસુખને પામી શકીશ.”
“હે પ્રભુ! અમારી મંદબુદ્ધિને કારણે તમારી અમૃતવાણીનો સ્પષ્ટાર્થ થતો નથી, તો કૃપા કરી એ અમૃતધારાને અમારી સમજણમાં આવે એવી બનાવો.”
મંદબુદ્ધિના છતાં વફાદાર વિદ્યાર્થીને માટે શ્રી પ્રભુ પ્રેમની અપૂર્વ ધારાથી નીરાગીપણે ઉત્તરને વધારે સુગમ કરી શબ્દરૂપી પુદ્ગલને વહાવતાં કહે છે કે,
“હે મોક્ષસુખના ચાહક! હે આયુષ્યમનો ! તમે વિચારો કે જે મહાત્માને આ સંસારના એક પણ પદાર્થ, પુદ્ગલ કે વસ્તુ માટે રાગ નથી, અને જે માત્ર વીતરાગતાના તાણેવાણે સ્થિર જ રહે છે, એવા મહાત્માનો જો તમે રાગ પામો તો તમારા રાગનાં બંધન તોડવા તેઓ તેમની વીતરાગતા તમને આપવાના જ છે. તે વીતરાગતાની સહાયથી તમે સંસારમાં રહીને પણ મોક્ષસુખ વેદી શકશો. એ વેદન તમને સાદિ અનંતકાળ માટે મોક્ષસુખમાં લઈ જશે. આ મહાત્મા રાગરૂપી સર્પ માટે નોળિયા સમાન છે.”
“અહો પ્રભુજી! એ મહાત્મામાં અમારા માટે રાગ જગાડવો શી રીતે ? તેઓ તો રાગને દેશવટો આપી ચૂકયા છે. તો પછી અમે એવું ક્યું વર્તન કરીએ કે જેથી તેઓ અમારા માટે વીતરાગતાનું દાન કરવાનો રાગ ગ્રહણ કરે ?”
આ સવાલનો જવાબ આપવા શ્રી પ્રભુ મુખમુદ્રા પર અતિ શાંત છતાં ગંભીર સ્મિત રેલાવી ના માધ્યમથી અતિ અતિ દુર્લભ અને ગૂઢ રહસ્યને પ્રગટ કરતાં શબ્દદેહ આપે છે કે, “હે વત્સ! વીતરાગી મહાત્મા વ્યવહાર શુદ્ધિના નેતા છે, તેમને લક્ષ છે કે તેઓ પણ સંસારરૂપી સર્પના પંજામાં એક સમયે સાયેલા હતા. અને ત્યારે તેમને ધર્મરૂપી નોળિયાએ સર્પના પંજામાંથી બચાવ્યા હતા. આમ એ વીતરાગી મહાત્મા પર ધર્મનું ૠણ ચડયું હતું. આ ઋણમુક્તિ માટે પૂર્ણ વીતરાગતા મૂકી, રાગી થઈ આ બંધન વેદે તો નિવૃત્તિ મળે. આ રાગબંધન તેઓ એવા જ જીવ માટે સ્વીકારે
૪૦