________________
કેવળી પ્રભુનો સાથ
રૂપે રહેલા હોવા છતાં તે કષાયો એમની આ ધુવબંધી ભાવનામાં કલ્યાણભાવને શા કારણથી દૂષિત કરી શકતા નથી? આવી સિદ્ધિ આવવા પાછળ એમના પુરુષાર્થમાં એવું તે કયું અપૂર્વપણું સમાયેલું છે? શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમના જ્ઞાનથી સભર આજ્ઞાના મહાસાગરમાંથી સ્પષ્ટ સમજણ આપણને આપે છે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી શ્રી તીર્થકર ભગવાનના જીવને છેલ્લા જન્મમાં કોઈ પ્રત્યક્ષ સગુરુ હોતા નથી. તેમ છતાં નામકર્મ બાંધ્યા પહેલાના અમુક સમયથી શરૂ કરી, નામકર્મ બાંધ્યાં પછી સતત રહેવાવાળો એમનો એ ભાવ હોય છે કે પંચપરમેષ્ટિ પ્રભુ મારા ગુરુ છે અને એમની આજ્ઞાનું પાલન કરવું એ મારા જીવનનો ધુવકાંટો છે. આવા ભાવને કારણે તેમના પુરુષાર્થમાં સહજતાએ ધર્મનાં સનાતનપણાનાં અને ધર્મનાં મંગલપણાના ભાવ સમાનપણે વણાય છે. વળી, આ ભાવનું વેદન કરવાથી એમની વર્તના તથા કલ્યાણભાવમાં વીતરાગતા સાથે મંગલપ્રેમની ભાવના પણ ગૂંથાય છે. આ અપૂર્વ તેમજ અલૌકિક મિશ્રણને શ્રી પ્રભુ ‘અરિહંત વીતરાગતા” તરીકે ઓળખાવે છે. આ મિશ્રણ એમને ધર્મનાં સનાતનપણાના ભાવથી વીતરાગતાનું પાન કરાવે છે, અને ધર્મનાં મંગલપણાના ભાવથી મંગલ પ્રેમની ભાવનાનું પાન કરાવે છે. આવી ભાવના તથા આવો પુરુષાર્થ કેવળીગમ્ય પ્રદેશો સતત રાખે છે. અશુદ્ધ પ્રદેશો જ્યારે કલ્યાણભાવ કરતી વખતે આવો ભાવ વેદે છે ત્યારે રુચક પ્રદેશો તરફથી કેવળીગમ્ય પ્રદેશોને માનરહિતપણું આપે એવું કવચ અશુદ્ધ પ્રદેશો માટે મળે છે. આ અશુદ્ધ પ્રદેશો જેમ જેમ ધર્મનાં સનાતનપણા તથા મંગલપણાની ભાવના વધારતા જાય છે તેમ તેમ કેવળીગમ્ય પ્રદેશો ક્ષપક શ્રેણિનાં સુચક પ્રદેશોનાં સ્થાન પ્રમાણે થતા જાય છે. આ કાર્ય જ્યારે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે અશુદ્ધ પ્રદેશો એ ભાવને અતિ ઉત્કૃષ્ટપણે વેદે છે. જેથી એમનાં વર્તુળમાં ઊંડો ખાલીપો (vacuum) સર્જાય છે, અને એ વખતે કેવળીગમ્ય પ્રદેશોમાંથી એ કવચ જોરથી છૂટે છે અને અશુદ્ધ પ્રદેશો પર ધ્રુવપણે છવાઈ જાય છે. અશુદ્ધ પ્રદેશો એમના ભાવની ઉત્કૃષ્ટતાને કારણે જે કવચની ભાવના છે તેને લોકમાં પ્રસરાવે છે. પરિણામે લોકનાં સર્વ
૧૯O