________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
માર્ગે પ્રયાણ કરે છે તેમ અશુદ્ધ પ્રદેશો આ પ્રેમની વાટે મળેલા ૐનાદમાંથી ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ગ્રહણ કરી આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિને પ્રાપ્ત કરતા જાય છે.
અહો! વારંવાર અહો! શ્રી તીર્થંકર પ્રભુના આ અપૂર્વ તથા ઉત્કૃષ્ટ અને અદ્વિતીય પુરુષાર્થનું નિર્માણ ન હોત તો કોઈ કાળે રુચક પ્રદેશોની અંતરમોન આજ્ઞા અશુદ્ધ પ્રદેશો સુધી પહોંચી શકત નહિ, અને ધર્મનું સનાતનપણું તથા મંગલપણું સિદ્ધ થઈ શકત નહિ. શ્રી તીર્થંકર પ્રભુના આ ઉપકાર પ્રતિ યોગ્ય વિનય તથા અહોભાવ દર્શાવવા માટે નમસ્કાર મહામંત્રમાં યોગ્ય રીતે જ શ્રી અરિહંતપ્રભુનું સ્થાન અગ્રતાએ રહ્યું છે, અર્થાત્ પ્રથમ જ મૂકાયું છે.
શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત કેવળીગમ્ય પ્રદેશોનાં આજ્ઞાભાવ તથા પુરુષાર્થ આપણે જાણ્યાં, તથા સમજ્યા. એવા કૃપાળુ પંચપરમેષ્ટિ પ્રભુના ઉપકાર માટે આપણે તેમના સદાકાળના ઋણી બનતા હોવાથી તેમની પાસે મસ્તક ઝૂકી પડે છે. તેમના તે પુરુષાર્થ તથા આજ્ઞાભાવમાં એક અતિગુપ્ત તથા આશ્ચર્યકારક અન્ય ભાવ સમાયેલો છે, જે ભાવ અન્ય અશુદ્ધ પ્રદેશોને કેવળીગમ્ય સમાન શુદ્ધ બનાવે છે અને છેવટમાં રુચકપ્રદેશ સમાન બનાવી સાદિ અનંતકાળ માટે સ્થિર બનાવે છે. આ પુરુષાર્થ તથા આજ્ઞાભાવને સમજવા માટે શ્રી તીર્થંકર પ્રભુ નામકર્મ બાંધ્યાં પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાને છદ્મસ્થ અવસ્થામાં જે પુરુષાર્થ કરે છે તેનો વિચાર કરવાથી આ અતિ રહસ્યમય ગુફામાં પ્રવેશ કરવાનું કાર આપણને મળી જાય છે.
તીર્થકર નામકર્મ બાંધ્યા પછી તે ધ્રુવબંધી થાય છે; તેથી શ્રી પ્રભુનો જીવ નામકર્મ બાંધ્યાં પછી લોકકલ્યાણની ભાવના સતત નિર્માનીપણે તથા આજ્ઞાધીનપણે તરતમતાથી કરતો રહે છે. લોકકલ્યાણની તેમની ભાવના તરતમતાવાળી હોવા છતાં સતત રહેનારી હોય છે. આ દશાનો વિચાર કરતાં પ્રશ્ન આવી જાય છે કે એ કાળમાં પ્રભુના જીવને માન સહિતના સર્વ કષાયો ઉદયગત તથા સત્તાગત
૧૮૯