________________
કેવળી પ્રભુનો સાથ
નિષ્પન્ન થતાં અંતરંગ સુખને મુખ્યતાએ વેદે છે. અને આ સુખનું એવું બળવાનપણું હોય છે કે તેઓ એ અનુભવને પળ માટે પણ ભૂલી શકતા નથી. તેનાં પરિણામમાં આ અનુભવને પરમ વિશુધ્ધ કરવાની ભાવનાથી, આ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને વિશેષ આજ્ઞાધીન થવા પુરુષાર્થ શરૂ કરે છે, અને પોતાનું મન, વચન તથા કાયા સાથેનું તાદાભ્યપણું દૂર કરવા પ્રયત્નવાન થતા જાય છે. આ પ્રક્રિયા સફળ કરવા માટે અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞા માગે છે, જેનાથી તેના સ્વચ્છંદનો નિરોધ શરૂ થઈ જાય. ક્ષાયિક સમકિત લેતી વખતે જેટલી માત્રામાં સ્વચ્છંદનો નિરોધ થયો હોય છે, તેટલી માત્રામાં તે જીવને આત્મસુખની અનુભૂતિ તથા તેની સ્મૃતિ રહે છે. તેમાંથી સર્વકાળ માટે તે સુખમાં જ રહેવાની વૃત્તિ જન્મ પામી, વર્ધમાન થતી જાય છે. આ વૃત્તિ જીવના અશુધ્ધ પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞામાં સતત રહેવા માટેની દોરવણી આપ્યા કરે છે.
આ પ્રકારે ધર્મનાં મંગલપણાની તથા સનાતનપણાની અગત્ય સમજાતાં, તે બંનેના ઉત્પાદક અને પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુ પ્રતિ સહજતાએ જીવનાં હૃદયમાં પ્રાર્થના ઊઠે છે કે પ્રભુ મને તમારા સર્વોત્તમ પદની સેવા કરવાનો અવસર જરૂરથી આપો; જેથી હું ધર્મનાં મંગલપણાને તથા સનાતનપણાને યથાર્થતાએ અનુભવી શકું, અને મારી વિમલતા અર્થાત્ શુદ્ધિ વધતી જાય.
એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી,
નિયત આનંદઘન રાજ પાવે...ધાર તલવારની (૧૪) ચૌદમા શ્રી અનંતનાથ જિન સ્તવનમાં, જીવને પૂર્ણ આજ્ઞાધીન થવા જતાં વ્યવહારથી અને ધર્મમાં દેખાતા અનેક ભેદોને કારણે ઘણી મુશ્કેલી અનુભવવી પડે છે. આ મુશ્કેલીઓનું વર્ણન કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે માત્ર ક્રિયાકાંડ કરી પ્રભુની સેવા કરવાનું માનવાવાળા જીવ ભૂલાવો ખાઈ દેવાદિ
૨૧૪