________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
થાય છે ત્યારની દશાનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે ગુપ્ત રીતે કર્યું છે. ક્ષાયિક સમકિત થવાથી જીવનું દેહ સાથેનું સ્થૂળ જોડાણ લગભગ નીકળી જાય છે, અને તે જીવને આત્માની પ્રતીતિ સતત વર્તતી થાય છે. ક્ષાયિક સમકિત થયા પછી જીવને મુક્ત થવા માટે ત્રણ ભવથી વધારે ભવ થતા નથી. એટલે આ દશાએ જીવને નિશ્ચય થઈ જાય છે કે પ્રભુની સાચા ભાવથી સેવા કરવાથી જીવનાં દુ:ખ તથા દુર્ભાગ્ય ટળી જાય છે, અને આત્મિક સુખની સંપત્તિ સતત વધતી જાય છે. તેને ધર્મપથના સત્યત્વ માટે કોઈ જાતની આશંકા રહેતી નથી, કેમકે તેના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થતો જાય છે. આવો નિર્ણય થયા પછી અંતિમ કડીમાં તેઓ શ્રી પ્રભુને વિનવે છે કે, “હે પ્રભુજી! આ સેવકની એક વિનંતિ તમે માન્ય કરો. હે જિનદેવ! મારી એ જ અરજ છે કે મારા પર કૃપા કરીને મને ‘આનંદઘન પદ સેવ' જ્યાં આનંદનો ઉત્કૃષ્ટ સમૂહ રહેલો છે એવા મોક્ષપદની સેવા આપો; એ સેવા કરવાનું કાર્ય મને સોંપો.”
ક્ષાયિક સમકિત થયા પછી જીવનું દેહસાથેનું જે અવિનાભાવી જોડાણ હતું તે ક્ષીણ થતું જાય છે, અને તેથી તેને આત્માની વાસ્તવિક સ્થિતિનો લક્ષ આવતો જાય છે. પોતામાંથી નિષ્પન્ન થતું સુખ કેવા ઉત્તમ પ્રકારનું છે તેની અનુભવ સહિતની જાણકારી તેને આવવા લાગે છે, અને તે સુખ વધારવા પ્રભુની આજ્ઞાએ વર્તવું કેટલું ઉપકારી તથા જરૂરી છે તે સ્પષ્ટ થતું જાય છે. પરિણામે તે જીવ પ્રભુની આજ્ઞાએ એટલે કે ઇચ્છાએ વર્તવાના ભાવ બળવાન કરતો જાય છે. તેથી અંતિમ કડીમાં જીવ પ્રભુ પાસે માંગણી કરે છે કે તમે કૃપા કરીને મને તમારી સેવા કરવાનું વરદાન આપો, અર્થાત્ મારાં મન, વચન તથા કાયામાં જે કર્તાપણું પ્રવર્તે છે તેનાથી મને છોડાવો.'
આ જે પ્રક્રિયા બાહ્યમાં થતી જોવા મળે છે, તે જ પ્રક્રિયા ગુપ્તપણે જીવનાં આત્મપ્રદેશોમાં પણ થતી જોવાય છે. તે પ્રદેશો આઠે કેવળીગમ્ય પ્રદેશની સલાહ તથા સૂચના અનુસાર વર્તા, અસંખ્ય અશુધ્ધ પ્રદેશો દેહ સાથેનાં સ્થળ જોડાણથી નિવર્તે છે. તે વખતે તે પ્રદેશો પહેલી વખત સ્વસ્વરૂપમાંથી
૨૧૩