________________
ઉપસંહાર
ઓળખવાની તક મને ઈ.સ. ૧૯૮૭ના પર્યુષણના આરાધનનો વિષય મળ્યો ત્યારે મળી. જે જીવને પરમપદ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર મેળવવો છે તેને ક્યા
ક્યા સાધનો ઉપકારી થાય, તેની વિચારણા કરતાં શ્રી શીતલપ્રસાદ વણજી કૃત ‘સહજ સુખનાં સાધનો ગ્રંથ અવલોકવાનું મારે બન્યું; કેમકે પર્યુષણ માટે વિષય મળ્યો હતો ‘સહજ સુખનાં સાધનો'. એ ગ્રંથ વાંચતાં, વિચારતાં તથા અન્ય ગ્રંથાદિથી તેનું વિવરણ કરતાં સમજાયું કે આ સાધનો છે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય તથા ઉપેક્ષા એ ચાર ભાવના; વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા તથા જિતેંદ્રિયપણું એ ચાર ગુણો, તથા પ્રભુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધારતા જવા; જેમાં ધ્યાન, સ્મરણ, સામાયિક, દેવભક્તિ આદિ અંતર્ગત ગૂંથાઈ જાય છે. આ સાધનોની સહાયથી જીવ ચારિત્રપાલનની ઉત્તમ તૈયારી કરી શકે છે, જેનું ક્રમિક વર્ણન આપણને “અપૂર્વ અવસર' કાવ્યમાં જોવા મળે છે. જે આપણને ચારિત્ર ખીલવવા માટે ઉત્સાહિત કરે છે.
આ બધાં વર્ષો દરમ્યાન વિવિધ પ્રકારે પ્રભુમાં શ્રદ્ધા કરી, યોગ્ય રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ કરવાથી તેનાં સલ્ફળ મને વારંવાર અનુભવવા મળ્યાં હતાં. એ અનુભવના આધારે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ કરવા મને પ્રભુએ આજ્ઞા આપી હતી. તે અનુસાર મેં તેનું સંક્ષેપમાં લખાણ પણ કર્યું હતું. આ બધા અનુભવનો નિચોડ પ્રગટ કરવાની આજ્ઞા મને ઈ.સ.૧૯૮૮ના પર્યુષણ માટે મળી હતી. અને તે માટેનું શિર્ષક હતું “રત્નત્રયનું આરાધન'. પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ તો થઈ ચૂક્યું હતું. તેથી તેને મઠારીને રજૂ કરવાનું કાર્ય માટે પર્યુષણમાં કરવાનું હતું. બીજી રીતે કહીએ તો ઈ.સ.૧૯૭૭ થી ૮૭ સુધીના વિષયોનું સમાપન એટલે જ “રત્નત્રયનું આરાધન'. જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું વિશુદ્ધિકરણ એ જ રત્નત્રયનું આરાધન ગણી શકાય. જ્યાં સુધી આ આરાધન સફળ રીતે થતું નથી, ત્યાં સુધી જીવનો પરમાર્થે વિકાસ થઈ શકતો નથી. તેથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના સાથથી જીવ જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન કેવી રીતે કરે છે તે બતાવવું
૨૫૯