________________
કેવળી પ્રભુનો સાથ
મળ્યો હતો. તે વિષય હતો શ્રીમદ્ રાજચંદ્ર રચિત “અપૂર્વ અવસર' કાવ્ય. મને આ વિષય જાણીને ઘણી નવાઈ લાગી, કેમકે તે વિષય ઈ.સ.૧૯૭૯માં લેવાઈ ગયો હતો. આથી એક જ વિષય બીજી વખત આપવા માટેનું રહસ્ય સમજાવવા મેં પ્રભુને વિનંતિ શરૂ કરી. થોડા જ દિવસમાં મને સમજાયું કે આ આખું કાવ્ય પહેલી વખત લીધું હતું તેના કરતાં જુદી જ રીતે સમજવાનું છે અને સમજાવવાનું છે. જે છ આવશ્યક પ્રભુએ કરવા માટે બોધ્યાં છે, તેનો ઉપયોગ કરતાં કરતાં જીવ કેવી રીતે ચારિત્રની વિશુદ્ધિ કરી શકે છે, ક્ષાયિક સમકિત લીધાં પછી તેના પુરુષાર્થમાં કેવો ઝડપી અને કેટલી હદ સુધીનો વધારો થતો જાય છે, તે દૃષ્ટિકોણથી આ કાવ્ય સમજીને સમજાવવાનું હતું. વળી, આ કાવ્યમાં ઇચ્છેલા બળવાન પુરુષાર્થનાં જોરથી જીવને કેવાં ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ કેવાં મધુર છે એ આદિ વિશે શાસ્ત્રમાં આપેલી જાણકારી તથા અનુભવ સાથે સરખાવી, કાવ્યની ઉત્તમતા તથા યથાર્થતા સમજવાનાં હતાં. વાસ્તવિક વિચારણા કરતાં મને આ કાર્ય ખૂબ ગંભીર તથા ગહન જણાયું. તેમ છતાં પ્રભુ પરના વિશ્વાસને દૃઢ કરી, નવી દૃષ્ટિથી કાવ્યનો અભ્યાસ કરવો શરૂ કર્યો. તેમાંથી ઇચ્છિત સફળતા મળવાની શ્રદ્ધા પ્રભુકૃપાથી આવતી ગઈ. નવા જ દૃષ્ટિકોણથી આ કાવ્ય સમજતાં ખૂબ પ્રસન્નતા વ્યાપી ગઈ અને મને કંઈક પ્રાપ્તિ થઈ છે એવી મીઠી લાગણી સાથે પર્યુષણ સુંદર રીતે પૂરાં થયાં.
અપૂર્વ અવસર’નાં આરાધનથી આત્મસામ્રાજ્યને અજવાળવાની તથા ઘોર પરિષહ કે ઉપસર્ગનો સામનો કરતાં કરતાં આત્માની સ્વસ્થતા જાળવવાની તમન્ના જાગૃત થતી ગઈ. જો કે પરિષહ કે ઉપસર્ગ ઉદયમાં આવે તે પહેલાં જ તેવાં કર્મોને પ્રદેશોદયથી વેદી ક્ષય કરવાનો માર્ગ શોધવાની ઇચ્છા તેથી પણ બળવાન હતી. ઇશ્કેલી સ્વસ્થતા જાળવવા માટે તથા કર્મોને પ્રદેશોદયથી વેદીને ક્ષણ કરવા માટે જે જે ઉપાયો કે સાધનો નિમિત્તભૂત થાય તેને આપણે સહજ સુખનાં સાધનો તરીકે ઓળખી શકીએ, કેમકે તે સાધનો આત્મસ્વરૂપની શુદ્ધિ તથા સિદ્ધિ મેળવવા માટે ખૂબ ઉપકારી થાય છે. આ સાધનોને વિશેષતાએ
૨૫૮