________________
ઉપસંહાર
લીન થઈ શકે છે. આવી સ્વરૂપલીનતા માણવી તે ‘કાયોત્સર્ગ’ નામનું પાંચમું આવશ્યક છે. કાયોત્સર્ગમાં જીવ અંતરંગથી દેહાદિ પદાર્થોનો રાગભાવ ત્યાગી સ્વરૂપનું અનુસંધાન કરે છે. આ આવશ્યકથી સ્વરૂપસિદ્ધિ સુધી કેવી રીતે પહોંચાય તેની જાણકારી જીવને મળે છે, અને જ્યારે જીવ પોતાનાં સ્વરૂપને યથાર્થ રીતે અનુભવતાં શીખે છે ત્યારે તે સ્વરૂપમાં જોડાવામાં બાધા કરનાર સર્વ પ્રવૃત્તિનો ત્યાગ સહજતાએ કરતો થાય છે. બીજી રીતે કહીએ તો જીવનું અંતરંગ ચારિત્ર બાહ્ય ચારિત્ર સુધી ફેલાય છે. આ બાહ્ય ચારિત્રનું પાલન તે ચૌવિહાર. આમ પ્રભુએ છએ આવશ્યકનો ક્રમ કેવો અદ્ભુત રીતે જણાવ્યો છે તે મને સમજાવી મારા ૫૨ ખૂબ ખૂબ ઉપકાર કર્યો હતો. ત્યાર પછી તેઓ મને પ્રત્યેકનો વિસ્તાર પણ સમજાવતા ગયા હતા. રોજેરોજ કરવાના વાંચનની જાણકારી મને આગલી રાત્રે મળી જતી હતી. આવી આશ્ચર્યકારક રીતે ઈ.સ.૧૯૮૫નાં પર્યુષણ પૂરાં થયાં. બધાંને લાભ તથા આનંદ વેદાયો હતો. મને તો મારી રાજપ્રભુ પ્રતિની શ્રદ્ધાનું ઉત્તમ ફળ મળ્યું હતું. તે માટે મને ખૂબ ખૂબ આનંદ સાથે આભારભાવ વેદાતો હતો.
આ બધા ભાવો સાથે એક બીજી મિશ્ર લાગણી પણ મને વેદાતી હતી. મને લાગતું હતું કે છેવટ સુધી પર્યુષણના વિષયની પ્રાપ્તિ ન થાય, ખૂબ જ મથામણ વેદવી પડે તે કસોટી ઘણી આકરી છે. એટલું જ નહિ, તે અંતરાય કર્મની બળવત્તરતા પણ સૂચવે છે. તેથી વહેલાસર પ્રાર્થના આદિ કરી, પુરુષાર્થ કરી, વહેલાસર પર્યુષણનો વિષય મળી જાય તે માટે વિનંતિ કરતા રહેવી, જેથી આવો હેરાન થવાનો વખત ન આવે. એટલું જ નહિ, પણ યોગ્ય આરાધન કરવામાં સમય પસાર થાય અને બીજા પણ કેટલાક લાભો થાય. આ વર્ષના અનુભવથી ગુરુપૂર્ણિમા પહેલા જ મને પર્યુષણનો વિષય મળી જાય તેવી માંગણી કરવાની મેં શરૂઆત કરી દીધી હતી.
તેમ છતાં, ૧૯૮૬નાં વર્ષ માટેનો વિષય મને ગુરુપૂર્ણિમા ગયા પછી જ
૨૫૭