________________
કેવળી પ્રભુનો સાથ
સાધુસાધ્વીપણું - સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ
જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભર્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ કહી શકાય.
ત્યાગી પ્રભુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવું. સેવા, ભાવથી - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું ત્યાગી પ્રભુ અથવા ગુરુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવાના ભાવ કરવા.
ક્ષમાભાવ, અરૂપી - આત્મા વેદનથી આખા જગતનાં જીવો માટે ક્ષમાભાવ અનુભવે એ અરૂપી ક્ષમાભાવ છે.
સિદ્ધકવચ - સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુથી
ઉત્પન્ન થતું આજ્ઞાકવચ.
સિદ્ધપણું – આત્માની પૂર્ણ શુદ્ધ, અડોલ, અકંપ
દશા પ્રાપ્ત કરવી એને સિદ્ધદશા કહેલ છે. તે દશાએ સિધ્ધપણું છે. સેવા, પ્રભુની - પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાત્મયપણું
જ્ઞાતાદ્રષ્ટા - અવિકલ્પભાવે જાણનાર તથા જોનાર. જાણ્યા જોયા પછી જીવમાં તેનાં પ્રત્યાઘાત ન પડે, આત્મપ્રદેશોની અકંપ સ્થિતિ અખંડ રહે, રાગદ્વેષથી પર રહે તે જ્ઞાતાદ્રષ્ટા કહેવાય. શુદ્ધ જ્ઞાતાદૃષ્ટાપણું તેરમાં ગુણસ્થાને હોય છે, અને તેની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે.
૩૨૪