________________
કેવળી પ્રભુનો સાથ
આવા અલ્પત્વપણામાં પણ ધર્મ જો આ લોકમાં સતત સનાતન અસ્તિત્વ ધરાવી શકે છે, તો એ ધર્મનાં બિંદુ જો જીવના આત્મપ્રદેશ પર નિત્યતા પામે તો એ જીવ કાળે કરીને પૂર્ણ ધર્મનું પ્રતિક બને એમાં નવાઈ શી? ધર્મની આ લાક્ષણિકતા ધર્મમાં આરૂઢ થયેલા જીવને – મહા આશ્રવ કે મહાસંવર માર્ગને આરાધતા જીવને એકાંત દુ:ખમય સંસારમાં રહેવા છતાં ધર્મમાર્ગમાં અકલ્પનીય પ્રગતિ કરાવે છે. શ્રી પ્રભુએ વર્ણવેલા એકાંત દુઃખમય સંસારમાં જીવ ધર્મના પ્રભાવથી ઉત્તમ પ્રકારની શાંતિ તથા સુખ વેદી શકે છે.
આ સુખના અનુભવ તથા વેદનને વર્ણવવા માટે શ્રી પ્રભુની વાણી સત્યવ્રતમાં વિના અપવાદે વહે છે. એમની વાણી સર્વ અપેક્ષાથી પૂર્ણ જ છે. વળી, સરળતાથી ભરપૂર છે. વાણીના આ ગુણો શ્રી પ્રભુના ઉત્તમ કલ્યાણભાવના આધારે પ્રગટ થાય છે. આવી સર્વગુણસંપન્ન વાણી ધરાવનાર શ્રી તીર્થકર પ્રભુ આ સંસારને એકાંત દુઃખમય તરીકે ઓળખાવતા હોય તો તે સંસાર હકીકતમાં એવો જ હોવો જોઇએ. આ સંસારમાં જો સુખનાં નાનાં બિંદુઓ પણ હાજર હોત તો શ્રી પ્રભુ એમની સત્યથી ભરેલી વાણીમાં એ શક્યતાનો નિર્દેશ અને વર્ણન જરૂર કરત. જો એમ ન બને તો શ્રી પ્રભુની વાણી સત્ય, સરળ અને સર્વ અપેક્ષાએ પૂર્ણ કઈ રીતે કહી શકાય? આ વિચારતાં દઢ નિશ્ચય થાય છે કે આ સંસાર એકાંત દુ:ખનો જ દરિયો છે. સંસારનાં કોઈ પણ પુગલ પદાર્થ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ કે અન્ય જીવ, જીવને સુખ આપી શકતાં નથી. આથી જો જીવ સંસાર કે સંસારી પર્યાયોમાં સુખ માને અર્થાત્ સુખબુદ્ધિ રાખે તો એ માત્ર જીવનું અજ્ઞાન જ છે. આવા જીવની સ્થિતિ કેવી થાય?
આ જગતમાં પ્રાણી રહે, દુઃખમાં ગળકાં ખાતો રહે,
સુખનાં ઝાંવાં નાખતો રહે, હકીકતમાં રીબાતો રહે. આનાથી વિરુદ્ધમાં શ્રી પ્રભુ મોક્ષરૂપ સહજ સ્થિતિને એકાંતે સુખરૂપ વર્ણવે છે. તે બતાવે છે કે મોક્ષરૂપ સર્વ ધર્મનાં જીવાજીવરૂપ સર્વ દ્રવ્યો સુખનાં એકાંત