________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કારણ તથા કાર્યરૂપ બને છે તે હકીકત છે. આ સ્થિતિ શ્રી રાજપ્રભુના શબ્દોમાં આ પ્રમાણે છે –
“સુખધામ, અનંત સુસંત ચહી, દીનરાત રહે તે ધ્યાન મહીં,
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે, જય તે.” આમ એકબાજુ સંસાર અને સંસારી છ દ્રવ્યો દુઃખની ખાણ છે, તો બીજી બાજુ ધર્મ અને ધર્મનાં દ્રવ્યો સુખનો અબાધિત ખજાનો છે. તેથી સમજુ સવળો જીવ સહજતાએ સંસારને ત્યાગી ધર્મ તરફ વળે છે.
આમ હોવા છતાં જીવને ધર્મ સાહજિકતાથી મળતો નથી, કારણ કે તેણે અજ્ઞાન અવસ્થામાં ધર્મને લગતી ઘણી ઘણી અંતરાયો બાંધી લીધી હોય છે. બાંધેલી અંતરાયોને હણવા તેને ઘણાં ઘણાં વીર્યની જરૂર પડે છે, અને આ વીર્યને ખીલવવામાં તો તેણે બાંધેલી અંતરાયની વણજાર વિદન કરતી જ રહે છે. તેથી વીર્ય ખીલવવા માટે તેની પાસે શ્રી પ્રભુને યાચના કરવા સિવાય બીજો કોઈ માર્ગ કે વિકલ્પ રહેતો જ નથી. - શ્રી પ્રભુ તો કરુણાના સાગર છે. તેથી તેઓ જીવની ભૂલો તથા દોષોને સમગ્રપણે જાણવા છતાં, પોતાના ગંભીરતાના ગુણના આધારે તથા સહુ જીવ કલ્યાણ પામે એ ભાવનાના આધારે, જીવની વર્તમાન ઇચ્છાને પ્રાધાન્ય આપી, પૂર્વની ભૂલોનો ક્ષય કરાવવા શ્રી પ્રભુ એ જીવમાં પરમ કૃપા સાથે વીર્યને ફોરવે છે. વીર્ય પ્રગટતાં જીવ પોતામાં જણાતા અરૂપી ગુણોને આત્મા તરીકે ઓળખવા લાગે છે, અને તેને લીધે તે જીવ સંસારી છ દ્રવ્યનું સંકોચન ધર્મરૂપી દ્રવ્યથી કરી શકે છે, અને પોતાનાં અરૂપી સ્વરૂપને ઓળખવા તરફ વિકાસ કરે છે. આ પ્રક્રિયા સમજાતાં સ્પષ્ટ થશે કે સ્વતંત્રપણે ધર્મને પામવો અને ધર્મને સ્વમાં પરિણમાવવો એ દુર્લભ જ નહિ પણ અસંભવરૂપ છે. તેમ છતાં એ અસંભવિતતા શ્રી પ્રભુના સાથથી સંભવિત થાય છે, એટલું જ નહિ પણ સરળ અને સુગમ પણ બને છે.
આ કારણે ધર્મનાં દ્રવ્યને પામવા માટે જીવે શ્રી પ્રભુના વીતરાગ ધર્મનાં દ્રવ્ય પ્રતિ આજ્ઞાધીન બનવું જોઈએ. પ્રભુજીને આજ્ઞાધીન થવાથી પ્રાપ્તિની અસંભવતાને
૨૩