________________
કેવળી પ્રભુનો સાથ
સરળતા તથા સુગમતામાં પલટાવવાની જવાબદારી શ્રી પ્રભુની થઈ જાય છે, કારણ કે પ્રભુજી જો યાચકને તેની યોગ્યતા અનુસાર પ્રાપ્તિ ન કરાવે તો તેઓ અંતરાય કર્મના ભાગીદાર થઈ જાય, અને તેમની અક્ષય, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ તથા સુખધામરૂપ અવસ્થાની અંતરાય બાંધે; તે ટાળવા કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ચારિત્ર અને અનંત વીર્યના ધારક એવા શ્રી પ્રભુ સમય સમયના ભાગ માત્ર માટે પણ એ કૃત્ય થવા જ ન દે. આથી જો આપણે શ્રી પ્રભુના વશમાં – આજ્ઞામાં રહીએ તો અન્ય કોઈ વસ્તુ, દ્રવ્ય, પદાર્થ કે જીવના તાબામાં રહેવાનું જરૂરી થતું નથી. આ ભાવ આપણે નીચે જેવાં, રાજપ્રભુનાં વચન દ્વારા જાણી શકીએ છીએ –
“બીજું કંઈ શોધ મા! એક સપુરુષને શોધી, તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આવાં વચનોને ઊંડાણથી વિચારતાં, ઉપરનાં કથનની સિદ્ધિ સમજાય છે.
આ રીતે આજ્ઞાધીન થવાથી, જીવ ઉત્તમ પ્રકારનું યાચકપણું અનુભવે છે. તેનાં અનુસંધાનમાં તેને પોતાની અસમર્થતા તથા સિદ્ધિ મેળવવામાં શ્રી પ્રભુ તરફથી મળતી સહાય લક્ષગત થાય છે. પરિણામે તે જીવ શ્રી પ્રભુ પ્રતિ તથા સદ્ધર્મ પ્રતિ વિનિત બને છે. વિનિત થવાથી તે ધર્મરૂપી જડીબુટ્ટી પામે છે, અને કંટકમય સંસારમાં પણ પોતાનાં આત્મધર્મરૂપ સંજીવની ગ્રહણ કરી, રૂપી નિમિત્તોની વચ્ચે અરૂપી આત્માને પ્રગટાવતો જાય છે. આ સમજાતાં શ્રી રાજપ્રભુની નીચેની પંક્તિઓનું હાર્દ સમજાશે –
“હે અરૂપી રૂપીને એ અચરજની વાત” “પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ,
હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” જીવ સ્વરૂપે આત્મા સતત રૂપી પદાર્થોને ગ્રહણ કરતો રહે છે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી આત્મા દેહરૂપ ભાસે છે. દેહથી છૂટી આત્મા તરફ દૃષ્ટિ