________________
કેવળી પ્રભુનો સાથ
ઘડવામાં અને તેનું લખાણ કરવામાં મને શ્રી રાજપ્રભુની તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય સતત અનુભવાતી હતી તે હકીકત છે.
આ પ્રકરણની રચના કરવા માટે મને અનેક મુદ્દાઓ પ્રભુએ સૂઝાડયા હતા અને તેને વ્યવસ્થિતરૂપે મૂકવામાં ચિ. નેહલની મદદ શરૂ થઈ હતી. આ મુદ્દાઓ હતા – અનેક ધર્મમતમાં જિનમાર્ગની શ્રેષ્ઠતા, બધા કેમ જિનમાર્ગ આરાધતા નથી?; ધર્મ તથા તપના અર્થ શું કરવા? આજ્ઞા એટલે શું? આત્માના આરાધનમાં આજ્ઞાનું મહત્ત્વ, “આજ્ઞા'નાં આરાધનમાં મૂળમાર્ગ, તપનાં પ્રકાર, આજ્ઞાનું ધર્મ તથા તપ કરતાં વિશેષ મહાભ્ય, આરાધન કરવા મંત્રની જરૂરિયાત, નમસ્કારમંત્રમાં સિંચાયેલું આજ્ઞારાધન, તે સર્વકાલીન મંત્ર છે, પંચપરમેષ્ટિ પ્રભુની મહત્તા, આજ્ઞાનું પૂર્ણ તથા અપૂર્ણપણું, જીવ જેમ જેમ ગુણસ્થાન ચડે તેમ તેમ તેનું આજ્ઞાધીનપણું વધતું જાય છે, આજ્ઞામાર્ગનું મહાભ્ય, તીર્થંકર પ્રભુનું આજ્ઞાપાલન તથા કૃપાળુદેવનું આજ્ઞાપાલન આદિ. આ રીતે મારા મનમાં આજ્ઞામાર્ગનું મહત્ત્વ વધ્યું હતું. બધાંને એ મહત્ત્વ સમજાવવામાં હું પ્રભુ પાસેથી પ્રગટ બોધ લઈ રહી છું એવો અનુભવ મને આખા પર્યુષણમાં સતત રહ્યો હતો. સંવત્સરીના પવિત્ર દિવસે ક્ષમાપના કરતાં કરતાં પછીનાં વર્ષનો એટલે કે ઈ.સ. ૨૦૦૪ નાં પર્યુષણ માટેનો વિષય મને મળ્યો, તે હતો, “સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી.' પ્રમાદ રહિત બનાવવા, પુરુષાર્થી રાખવા પૂરા એક વર્ષ પહેલાં મને વિષયની પ્રાપ્તિ થઈ, પ્રભુનો અહો અહો ઉપકાર!
જેણે આજ્ઞાપાલન કરવું હોય, આજ્ઞાપાલન કરી જેને ધર્મમાં અર્થાત્ આત્મામાં સ્થિર થવું હોય, સ્વમાં એકરૂપ થવું હોય તેને પ્રમાદી બન્યું ચાલ્યું તેવું નથી. જે બાબતમાં સિદ્ધિ મેળવવી હોય તેને માટે જીવે સારી રીતે પુરુષાર્થ કરવો પડે છે તે સુવિદિત છે. સંસારમાં પણ વ્યવહારિક સફળતા માટે જીવે ઘણા પ્રયત્નો કરવા પડે છે, તો પછી જન્મમરણથી સમૂળી ફારગતી લેવા માટે ઉત્તમ ઉદ્યમની જરૂર હોય તેમાં શું નવાઈ હોઇ શકે ? સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત છે : –
૨૯૬