________________
ઉપસંહાર
પ્રાર્થના, સ્મરણ આદિ કરવામાં પસાર કરવો, અને તેમ કરવામાં મુક્ત મને મુમુક્ષુઓની સહાય લેવી. પ્રભુકૃપાથી જ વિષય મેળવવો, યોગ્ય માર્ગદર્શન મળે નહિ ત્યાં સુધી જંપવું નહિ. સમૂહનું બળ હશે તો પ્રભુકૃપાથી કાર્યસિદ્ધિ જલદીથી થશે એમ શ્રદ્ધાન પણ હતું. જો વિષય ન મળે તો સમજવું કે સ્મરણાદિના આરાધનથી જ પર્યુષણ પસાર કરાવવાની શ્રી પ્રભુની ઈચ્છા હશે, અમારે સહુએ એ ઈચ્છા માન્ય રાખવી.
ઉપર જણાવેલા ભાવ સાથે શ્રી કૃપાળુદેવને પ્રાર્થના કરી સ્મરણ કરતાં કરતાં હું સૂઈ ગઈ. એકાએક લગભગ રાતના બાર વાગે મને ધ્વનિ સંભળાયો કે, ‘આ વખતે તારે મોટી અંતરાય હોવાથી તને હજુ સુધી પર્યુષણનો વિષય મળ્યો નથી. બીજા બેત્રણ દિવસ વિષય મેળવતાં નીકળી જાય તેવો તારે યોગ હતો. પરંતુ તારો અંતરાય તોડવાનો પુરુષાર્થ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં થયો હોવાથી તને અત્યારે જ પર્યુષણ માટેનો વિષય જણાવું છું. તે છે ‘છ આવશ્યક''.
હું તરત જ પથારીમાંથી બેઠી થઈ ગઈ, અને અંતરાય તોડવા સાચો પુરુષાર્થ કરાવવા માટે તથા પર્યુષણનો વિષય આપવા માટે શ્રી રાજપ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનવા લાગી. એવામાં મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ‘છ આવશ્યક' એટલે શું? તે આવશ્યક કયા? પ્રાર્થના કરી માર્ગદર્શન માગતાં, પ્રશ્નના ખુલાસા માટે પ્રકાશ પથરાવા લાગ્યો. જીવની દશાની સુધારણા તથા ચારિત્રની ખીલવણી માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે જે જે કાર્ય અવશ્ય કરવા યોગ્ય જણાવ્યાં છે તેને ‘આવશ્યક’ એવી સંજ્ઞા આપવામાં આવી છે, એની સંખ્યા છની છે. મગજમાં આવ્યું તે પુસ્તક કબાટમાંથી કાઢી જોયું તો જણાયું કે આ છ આવશ્યક સામાયિક, ચોવિસંથ્થો (લોગસ્સ), વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને ચઉવિહાર છે. આ બધાંની ધર્મ આરાધન કરવા માટે શું અગત્ય છે, શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે આવશ્યકને શા માટે આટલું બધું મહત્ત્વ આપ્યું છે, વગેરે પ્રશ્નો મારાં મનમાં ઘોળાવા લાગ્યા. અને પ્રભુની અસીમ કૃપાથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી તેના ખુલાસા આવતા ગયા. આ રીતે આખી રાત મંથન તથા આરાધનમાં
૨૫૫