________________
કેવળી પ્રભુનો સાથ
મન વધારે ને વધારે ઉત્સુક થતું જતું હતું. આથી જ્યારે મને ઈ.સ.૧૯૮૪નાં પર્યુષણ માટે ‘કૃપાળુદેવનો આત્મવિકાસ' વિષય મળ્યો, ત્યારે તેમનું જીવન તથા કવન નવેસરથી તપાસી, મરજીવા બની, રહસ્યો પામવાનો પુરુષાર્થ મેં આદર્યો. આ પુરુષાર્થ કરતી વખતે મને સમજાયું કે સત્પુરુષનાં ચારિત્રને યથાર્થતાએ અવલોકી પોતાનાં ચારિત્રની વિશુદ્ધિ કરતાં જીવ પર અનંત સત્પુરુષોની અપાર કૃપા અને દયા સમાયેલાં છે; જે પુરુષાર્થ કરતા જીવને લયબદ્ધ અને તાલબદ્ધ રીતે આત્મવિકાસનાં પગથિયાં ચડાવે છે. કૃપાળુદેવનાં પત્રે પત્ર, કાવ્યે કાવ્યે તથા પ્રત્યેક લખાણમાં જે અનુભવ ધબકતો મેં જોયો તે પરથી મને મારું ચારિત્ર તથા જીવન વધારે ને વધારે સુધારવાની પ્રેરણા મળી. અને તે માટે મારે શું કરવું જોઈએ તેની ગડમથલ મારા મનમાં શરૂ થઈ ગઈ. એમાંથી પ્રત્યેક તીર્થંકર ભગવાન તથા પંચપરમેષ્ટિ પ્રભુ આત્મવિકાસ કરવા માટે શું બોધ આપે છે તે જાણવાની ભાવના સ્પષ્ટ થઈ. અને મારું ઉત્તમ આત્માઓ વિશેનું ફ્લક વિસ્તૃત થવા લાગ્યું. એટલે કે મને આત્માર્થે આગળ વધેલા જીવો માટેનો પ્રેમભાવ તથા આત્મભાવ વધવા લાગ્યા. આ રીતે દૃષ્ટિની વિશાળતા કેળવવા માટે મને આ વર્ષનાં પર્યુષણ ખૂબ ફળ્યાં હતાં. જુદી જુદી અનેક ભાવનામાં રમતાં રમતાં ઈ.સ.૧૯૮૫નાં વર્ષ માટે મારું પ્રાર્થના કરવાનું ઘણું અલ્પ થઈ ગયું હતું.
ઈ.સ.૧૯૮૫માં ગુરુપૂર્ણિમા પછી થોડા દિવસે પર્યુષણ માટેનો વિષય મેળવવા મેં પ્રાર્થના આદિ શરૂ કર્યાં, પણ તેમાં જોઈએ તેવું ઊંડાણ આવતું ન હતું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પ્રાર્થના, ક્ષમાપના આદિનું પ્રમાણ હું વધારતી ગઈ, તેમ છતાં હકીકત એ હતી કે પર્યુષણની શરૂઆતના આગલા દિવસ સુધી મને વિષયની જાણકારી મળી ન હતી. અને સ્વચ્છંદથી મારે વિષય નક્કી કરવો ન હતો, તેથી હું આધ્યાત્મિક ભીડમાં ફસાઈ હતી. મનમાં ઘણી ઘણી મુંઝવણ થતી હતી કે પર્યુષણ કેવાં પસાર થશે? પણ અંતરંગનો નિશ્ચય તો કાયમ હતો કે પ્રભુ તરફ્થી વિષય મળ્યા પછી જ વાંચન કરવું. આથી મેં મનોમન નક્કી કર્યું કે જ્યાં સુધી વિષય મળે નહિ ત્યાં સુધી પર્યુષણમાં વાંચનનો સમય ક્ષમાપના,
૨૫૪