________________
ઉપસંહાર
લોકમાં ધર્મ તથા ધર્મદાતા પામવા કેટલા દુર્લભ છે. જ્યારે જીવને નિર્ણય થાય છે કે સંસાર અસાર છે અને ધર્મ જ સર્વ સુખનું કારણ છે ત્યારે તે ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આર્કિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય પ્રગટાવવામાં પુરુષાર્થ કરી સફળ થાય છે. આમ ધર્મનાં આ દશ લક્ષણોને યથાર્થતાએ વિચારવાથી તેના મંગલપણાનો પરિચય જીવને થાય છે. ધર્મમાર્ગનું સનાતનપણું, શ્રી તીર્થંકરપ્રભુ દ્વારા સ્વયં સેવાતો જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ, અન્ય પરમેષ્ટિ ભગવંતથી અનુસરાતા અને અનુમોદાતા કલ્યાણભાવમાંથી નિષ્પન્ન થતો ઉત્કૃષ્ટ મંગલમય ધર્મ પોતે જ પોતાની ઉત્તમતાની સાબિતી આપે છે. તે પર વિચારણા કરવાથી ધર્મનું મંગલપણું સ્પષ્ટ થઈ જાય છે. આ પ્રકારે ગોઠવણી કરવા મને પ્રભુ તરફથી દોરવણી મળી હતી. પર્યુષણ શરૂ થાય તે પહેલાં આ લખાણ પૂરું થયું હતું. ઈ.સ.૨૦૦૧ના વર્ષમાં પ્રભુની દોરવણી અને સાથ હોવાથી મારે ઝાઝી મુશ્કેલી વેઠવાનો પ્રસંગ આવ્યો ન હતો, બલ્કે આનંદમંગળ સાથે લખાણ કરી શકી હતી.
ધર્મનું આવું મંગલપણું જીવનમાં ફેલાય ત્યારે તેમાંથી કેવી રીતે આત્માની ઉન્નતિ થાય છે, જીવને આત્માર્થે કેવો અને કેટલો લાભ થાય છે તે વિશેની વિચારણા મારા આત્મામાં પર્યુષણ દરમ્યાન અને પછી રહ્યા કરતી હતી. એમ કરતાં ઈ.સ.૨૦૦૨ની સાલ શરૂ પણ થઈ ગઈ. જેમના જીવનમાં ધર્મનું આવું મંગલપણું ફેલાયેલું હોય તેવી વ્યક્તિની હું શોધમાં હતી, એ વખતે મારા મનમાં શ્રી રાજપ્રભુનું સમગ્ર જીવન આદર્શરૂપે તરવરવા લાગ્યું હતું. તેમણે રાયચંદભાઈ તરીકેના જીવનમાં એવો ભવ્ય પુરુષાર્થ કર્યો હતો કે તેમનાં સમગ્ર જીવનમાં ધર્મનું મંગલપણું ફેલાયેલું જોવા મળતું હતું. ધર્મનાં લક્ષણો તેમનામાં મૂર્તિમંત થયેલા દેખાતાં હતાં. આવા આવા ભાવોની મધ્યમાં પ્રભુ તરફથી મને જાણવામાં આવ્યું કે ઈ.સ.૨૦૦૨ના પર્યુષણનો વિષય છે ‘શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું”. મારું મન આનંદથી ભરાઈ ગયું. થયું કે હાશ! રાજપ્રભુનાં જીવનનાં કેટલાંક નવાં પાસાનો અભ્યાસ કરવાની
૨૯૩