________________
જાય છે, આજ્ઞાધીન બનતું જાય છે, તેમ તેમ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આણમાં આવતા જાય છે. અને તે પ્રદેશો સ્વચ્છંદ ત્યાગી શુદ્ધ થતા જાય છે. આત્મપ્રદેશોમાં થતી આ પ્રક્રિયા ગુપ્ત રીતે શ્રી આનંદઘનજીએ છેલ્લી કડીમાં ગૂંથી લીધી જણાય છે.
શ્રી કેવળીપ્રભુનો સાથ
કેવળીગમ્ય પ્રદેશો પાસેથી જીવના અશુધ્ધ પ્રદેશો જ્યારે શાંતિ મેળવે છે, ત્યારે તેને ધર્મનાં મંગલપણાનો અનુભવ થાય છે. મનનાં સાધનથી અશુધ્ધ પ્રદેશો જેમ જેમ કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતા જાય છે, તેમ તેમ તેની શાંતિ વધતી જાય છે, આ વધતી શાંતિ તે જીવને ધર્મનાં સનાતનપણાનો અનુભવ કરાવે છે; આવો ધ્વનિ આ પદની અંતિમ કડીમાં આપણને સંભળાય છે.
ચક્રી ધરમ તીરથ તણો, તીરથ ફ્લ તત સાર રે,
તીરથ સવે તે લહે,
આનંદઘન નિરધાર રે, ધરમ પરમ. (૧૮)
શ્રી કુંથુનાથ જિન સ્તવનમાં અવશ મનને વશ કરવાની માંગણી પ્રભુ પાસે કર્યા પછીથી અઢારમા શ્રી અરનાથ જિન સ્તવનમાં આત્માનો પરમ ધર્મ સમજવાની જિજ્ઞાસા તીવ્ર થઈ હોવાથી શ્રી આનંદઘનજી મહારાજ સ્વસમય તથા પરસમય સમજાવવાની વિનંતિ શ્રી પ્રભુને કરે છે. શુધ્ધાત્માનો અનુભવ સ્વસમય અને પ૨પદાર્થની આસક્તિની છાયાવાળો અનુભવ તે પરસમય, અથવા પરદ્રવ્યની કે પર્યાયાર્થિક નયની દૃષ્ટિની વિચારણા તે પરસમય. પર્યાયષ્ટિથી વિચારતાં જેમ સોનાનાં અનેક રૂપ દેખાય છે, પણ નિશ્ચયથી તો તે સોનું જ છે; એ રીતે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની અપેક્ષાથી આત્માનાં અનેક રૂપ જણાય છે પણ શુધ્ધ નયથી નિર્વિકલ્પ ધ્યાનનો અમૃતરસ પીતી વખતે આત્મા એકરૂપે, નિરંજન રૂપે જ હોય છે. માટે, વ્યવહારનયથી આત્માથી
૨૨૧