________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. તેથી સત્તરમા શ્રી કુંથુંજિન સ્તવનમાં આનંદઘનજી મહારાજ મનને વશ કરવામાં અર્થાત્ કષાયોનો ત્યાગ કરવામાં નડતી ઘણી ઘણી મુશ્કેલીઓનું વર્ણન કરે છે. જો મન, વચન અને કાયા ત્રણે એક સાથે વશમાં રહે તો આત્મસિદ્ધિ થાય. પરંતુ, તે ત્રણેમાં મન સહુથી વધારે સ્વચ્છેદે વર્તે છે એવો અનુભવ વર્ણવી, પોતાનાં મનને અંકુશમાં લાવી દેવા શ્રી પ્રભુને વિનંતિ કરતાં તેઓ કહે છે કે, “અહો ! આનંદના ઘન પ્રભુ! જે મન આટલું બધું દુરારાધ્ય છે તે મનને તમે વશમાં લઈ લીધું છે એવી સમજણ મને આગમ સૂત્રોમાંથી મળી છે. પણ તે જાણવા માત્રથી મને સંતોષ નથી. મને સંતોષ તો ત્યારે જ થશે કે જ્યારે તમે મારા મનને અંકુશમાં લાવી દેશો. ત્યારે જ મને લાગશે કે આગમમાં જે વાત કહી છે તે સાચી છે.'
આ કડી દ્વારા આનંદઘનજી મહારાજ જીવની સાતમાં ગુણસ્થાને જવાની અને રહેવાની ભાવના વ્યક્ત કરે છે. છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછી, મન, વચન અને કાયાની પ્રભુને સોંપણી થઈ, તેની અનુભૂતિમાં સતત રહેવાના ભાવ જીવને થાય છે. અને એ ભાવ પૂરા થવામાં મનની અવળી ચાલ જીવને ખૂબ જ આડી આવે છે. તે મનને સીધે રસ્તે ચલાવવા માટે પ્રભુને આજ્ઞાધીન થવું ખૂબ જરૂરી છે, અને તેમ કરવા માટે પ્રભુનો સાથ લેવો અનિવાર્ય છે તેમ અહીં જણાવ્યું છે. આમ સાતમા ગુણસ્થાને રહેવા માટે, શુદ્ધતાએ આત્માની અનુભૂતિ વેદવા માટે, ત્રણે યોગ આજ્ઞાધીન કરવા જોઈએ, અને તે પણ શ્રી પ્રભુના સાથથી, એવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શ્રી આનંદઘનજી મહારાજ સમજાવે છે કે પ્રભુને આજ્ઞાધીન રહેવાથી જ મોક્ષમાર્ગ સધાય છે.
શ્રી તીર્થંકર પ્રભુ જે કાર્ય જીવ માટે કરે છે, તે જ કાર્ય કેવળીગમ્ય પ્રદેશો અન્ય અશુદ્ધ પ્રદેશો માટે કરે છે. અશુધ્ધ પ્રદેશો જ્યારે કેવળીગમ્ય પ્રદેશોની શાંતિથી આકર્ષાઈ તેને વશ થવા માટે પ્રયત્ન કરે છે ત્યારે મનમાં ઊઠતા વિભાવો તેને સતત વિજ્ઞ કરતા રહે છે. આ મન જેમ જેમ વશ થતું
૨૨૦