________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
જ્યારે જીવના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની શાંત દશાનો લક્ષ પામે છે ત્યારે તે દશાથી આકર્ષાઈ, કેવળીગમ્ય પ્રદેશોના શરણમાં જવા ઉત્સાહીત થઈ પોતાનો સ્વચ્છંદ ત્યાગતા જાય છે. આ પ્રદેશો અન્ય અશુધ્ધ અવલંબનોનો ત્યાગ કરતા જઈ શુધ્ધ એવા કેવળીગમ્ય પ્રદેશોનું અવલંબન ધારણ કરતા જાય છે; અને તેમ કરતાં તેઓ શાંતિનાં સ્વરૂપને પામે છે, અને તેમની આજ્ઞાધીન થતા જવાની ક્રિયા શરૂ થાય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું પહેલું પગથિયું છે. આનું અંતિમ ફળ છે મોક્ષની પ્રાપ્તિ. આમ આ સ્તવનમાં છઠ્ઠા ગુણસ્થાનનું મહત્ત્વ સમજાવી જીવને શાંતસ્વરૂપ થવા માટેનો પાયો મજબૂત કર્યો છે, તેનું પ્રતિબિંબ છેલ્લી કડીમાં આપણને જોવા મળે છે.
શ્રી પ્રભુ તરફથી મળતો બોધ રજૂ કરી, આ પદની અંતિમ કડીમાં ધર્મથી પ્રાપ્ત થતી શાંતિની અભિવ્યક્તિ શ્રી આનંદઘનજીએ કરી છે. જે શિષ્ય પોતાની આત્મશુદ્ધિ વધારી, તે શુદ્ધિનું અવલંબન લઇ પોતાની શાંતિ વધારે છે તે શિષ્ય નિયમથી આનંદઘનરૂપ થાય છે. તેને સહુ તરફ્થી માન મળે છે. આ શાંતિના અનુભવમાં જીવને ધર્મનાં મંગલપણાનો પરિચય થાય છે, અને જેમ જેમ એ પરિચય વધતો જાય છે તેમ તેમ તેને ધર્મનું સનાતનપણું અનુભવાતું જાય છે, જેનાં આરાધનથી આનંદઘનપદની પ્રાપ્તિ થાય છે.
મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, તે આગમથી મિત આણું, આનંદઘન પ્રભુ! માહરું આણો, તો સાચું કરી જાણું. કુંજિન (૧૭)
શ્રી પ્રભુને મન, વચન તથા કાયાની સોંપણી કરવાથી જીવને જે હળવાશ અનુભવાય છે તેનાં અનુસંધાનમાં તેને સતત પ્રભુના વશમાં રહેવાની ઇચ્છા થાય છે. તેમ છતાં પૂર્વકર્મની બળવત્તરતા તેને સ્વચ્છંદમાં લઈ જાય છે. આવા સમયે જો મન વશમાં રહે તો વચન અને કાયાને વશમાં રાખવા ઘણાં સહેલાં થઈ
૨૧૯