________________
ઉપસંહાર
મને મનથી ખૂબ જ આનંદ વેદાયો હતો. કારણ કે તેનું હાર્દ આશ્ચર્યકારક રીતે મને ઈ. સ. ૧૯૭૦ની સાલમાં સમજાયું હતું. અને તેનું લખાણ પણ થયું હતું. શ્રી માનતુંગાચાર્યના એ ઉત્તમ ભાવોનું ઘૂંટણ કરવાનો મને સુંદર અવકાશ આ પર્યુષણમાં મળશે એ વિચારથી ખૂબ આનંદ વર્તાતો હતો.
ઈ. સ. ૧૯૭૦નાં પર્યુષણ પહેલાં અમે ચાર છ જણાએ એવું નક્કી કર્યું હતું કે, પર્યુષણના દિવસોમાં સહુએ રોજ એક પ્રશ્ન ઉઠાવવો અને પુરુષાર્થ કરી તેનું સમાધાન પણ મેળવવું. આ પ્રશ્નોત્તરીની ચર્ચા રાતના નવથી દશના સમયમાં કરવી, જેથી સહુને જ્ઞાન વિકસાવવાનો તથા જ્ઞાનાવરણ કર્મ તોડવાનો અવકાશ મળે. આ નક્કી થયા પછી હું દરરોજ, મને પ્રશ્ન આપવા પ્રભુને પ્રાર્થના કરતી હતી, તેમ છતાં પર્યુષણના આગલા દિવસ સુધી મને એક પણ પ્રશ્ન ઉદ્ભવ્યો ન હતો. વળી, અમે એવું પણ નક્કી કર્યું હતું કે પ્રશ્ન તથા સમાધન મળે નહિ ત્યાં સુધી રાતના સૂવું નહિ, અને પુરુષાર્થ કર્યા જ કરવો. પર્યુષણના આગલા દિવસ સુધી પ્રશ્ન આવવાની કોઈ એંધાણી ન જણાતાં, મારી પ્રાર્થના તથા એકાગ્રતા ખૂબ વધી ગયાં. ખૂબ ઊંડાણથી પ્રાર્થના કરતાં કરતાં હું સૂઈ ગઈ. લગભગ મધ્યરાત્રિએ મને એક દિવ્ય પુરુષે દર્શન આપ્યા. તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, અને તેમને બે શ્વેત પાંખો હતી. તેમણે મને મારા પ્રશ્નની મુંઝવણ વિશે પૂછયું. મેં મારી કથની જણાવી અને માર્ગદર્શન આપવા વિનંતિ કરી. તેમણે મને પૂછયું, ‘તને શ્રી ભક્તામર સ્તોત્ર' આવડે છે?' મેં હા કહી. તેમણે મને આગળ પૂછયું કે પ્રભુનો મહિમા જણાવતી ૩૮ થી ૪૬ સુધીની ભક્તામરની જે નવ કડીઓ છે તે તને આવડે છે? તેની પણ મેં હા કહી. પછી તેમણે પ્રશ્ન કર્યો કે એ નવે કડીઓના અર્થ તને સમજાય છે?” મેં ઉત્તર આપ્યો, “મને વાચ્યાર્થ સમજાય છે, ગૂઢાર્થની પૂરી સમજણ નથી.' ત્યારે એ દિવ્યપુરુષે મને માર્ગદર્શન આપ્યું કે આ નવ કડીમાંની પહેલી કડી હું તને સમજાવું છું. બાકીની આઠે કડીના એ પ્રકારે ગૂઢાર્થ મેળવવા એ તારા માટે પર્યુષણના આઠે દિવસના પ્રશ્નોત્તરીનો પુરુષાર્થ ગણજે. તારે રોજ એક કડીનો ગૂઢાર્થ પામવા પુરુષાર્થ કરી રહસ્ય મેળવવું એ તારું પર્યુષણનું કાર્ય ગણજે. આટલું કહી તેમણે “જે કોપ્યો છે ભમરગણના ગુંજવાથી અતિશે...' એ ૩૦મી
૨૪૭