________________
કેવળી પ્રભુનો સાથ
કડીનું રહસ્ય સમજાવ્યું. આ કડીમાં પ્રભુના શરણે રહી, આરાધન કરી જીવ કેવી રીતે કષ્ટ પાર કરે છે, અને ક્રોધ કષાય તોડી નાખે છે તેનું રહસ્ય તેમણે મને બતાવ્યું. અને તેનાં ઉદાહરણ રૂપે માનતુંગાચાર્યના ઉપસર્ગનો પ્રસંગ સમજાવ્યો. હું તો ખૂબ ખુશ થઈ ગઈ, એ દિવ્ય પુરુષને વંદન કર્યા, અને તેમનો ખૂબ આભાર માન્યો. બાકીની કડીઓ આ અપેક્ષાથી સમજવા પુરુષાર્થ કરીશ એમ મેં તેમને જણાવ્યું. તેઓ આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા.
મને પ્રશ્નો તો આઠે દિવસ માટે મળી ગયા, પણ ઉત્તર મેળવવાના બાકી હતા. બીજા દિવસની સવારથી જ તે પછીની કડી “જે હાથીનાં શિરમહીં રહ્યા, રક્તથી યુક્ત છે ને...' ગણગણવા અને વિચારવા લાગી. કોઈ પણ કામ કરતાં
આ વિચારણા ચાલુ જ હતી. પણ કંઈ જ રહસ્ય સમજાતું ન હતું. આથી વચ્ચે વચ્ચે દોષની ક્ષમા માગી અંતરાય તથા જ્ઞાનાવરણ તોડાવવા પ્રભુને પ્રાર્થતી હતી. આમ કરતાં કરતાં સાંજ થવા આવી, પણ ઉકેલ મળતો ન હતો. સાંજે અમારા ઘરની નજીકમાં આવેલા શ્રી શાંતિનાથ પ્રભુનાં દેરાસરે અમે દર્શન કરવા ગયા. ત્યાં ખૂબ ભાવથી અને ઊંડાણથી (જેમાં થોડી ચિંતા પણ ભળેલી હતી) ઉકેલ મેળવવા પ્રાર્થના તથા ક્ષમાપના કરવા લાગી. આમ કરતાં હું ખૂબ શાંત થઈ ગઈ, જાણે બધું જ ભૂલી ગઈ. ત્યાં એકાએક ખૂબ પ્રકાશ થયો અને આગલા દિવસવાળા દિવ્ય પુરુષે ફરીથી દર્શન મને આપ્યા, માર્ગદર્શન પણ આપ્યું. મારી જ પાસે તેમણે એ કડીનો અર્થ કરાવ્યો, ગૂઢાર્થ પ્રગટ કરાવ્યો. મને પહેલા દિવસના પ્રશ્નનું સમાધન મળી ગયું. મેં એ દિવ્ય પુરુષનો ખૂબ આભાર માની વંદન કર્યા. તે પછીથી પુરુષાર્થ કરતાં કરતાં રોજ ને રોજ, કોઈ ને કોઈ પ્રકારે મને એક એક કડીના ગૂઢાર્થ મળતા ગયા. હું પ્રભુનો આભાર માનતી રહી. સંવત્સરીના દિવસે મને છેલ્લી કડીનો ગૂઢાર્થ સમજાયો, તે પછી તે દિવ્ય પુરુષે મને ફરીથી દર્શન આપ્યા, અને જણાવ્યું કે આખું ભક્તામર સ્તોત્ર આ પ્રકારનાં ગૂઢ રહસ્યોથી ભરેલું છે, તે વિશેષતાએ જાણવા પ્રયત્ન કરજે. મેં હા કહી. ત્યારથી મેં શ્રી પ્રભુની સહાયથી ભક્તામર સ્તોત્રના અંતરંગ ભેદો જાણવા
૨૪૮