________________
કેવળી પ્રભુનો સાથ
કેટલોક ખ્યાલ તમને આવી શકશે. પરંતુ મારા પર શ્રી પ્રભુની એવી અસીમ કૃપા વરસતી હતી કે લખાણ કરવામાં મારું મન એટલું બધું સ્થિર, શાંત તથા અલિપ્ત થઈ જતું હતું કે એ વખતે મને જમણા હાથનો દુ:ખાવો સ્પર્શતો જ ન હતો. વળી, મારું રોજિંદુ કાર્ય એવું નિયમિતપણે તથા સરસ રીતે થયા કરતું હતું કે મારા દુ:ખાવાની માત્રાનો સાચો ખ્યાલ મારા સંતાનો અમી-પ્રકાશને પણ આવ્યો ન હતો. આ બધું આપને જણાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રભુની આજ્ઞાએ સતત ચાલવાથી, તેઓ આપણું કેટલું બધું ધ્યાન રાખે છે તથા આવેલી કસોટીમાંથી કેટલી સરસ રીતે પાર ઉતારે છે તેનો કેટલોક અંદાજ આવે.
ઈ.સ.૨૦૦૬ની શરૂઆતમાં જ્યારે મારા જમણા ખભાના દુ:ખાવાની માત્રા ઘણી વધી ગઈ ત્યારે અમે એક્યુપંક્સરની સારવાર ડો. જી.એન. શીવરામ પાસે લેવાનું નક્કી કર્યું. કેમકે પૂર્વકાળમાં (ઈ.સ.૧૯૮૭માં) તેઓ મને કમરની સારવાર આપવામાં ખૂબ જ સફળ થયા હતા. તેમણે ફેબ્રુઆરી ૨૦૦૬માં એક મહિનો સારવાર આપી. છતાં મારાં દુઃખાવામાં જરાપણ સુધારો નોંધાયો નહિ. (મારી પ્રાર્થના તથા વિનંતિ મનોમન ચાલુ જ હતાં, પણ દર્દ શમતું ન હતું.) ત્યારે તેમણે જમણા ખભાનો એમ. આર. આઈ. કરાવવાનું સૂચન કર્યું. જો કે ખભાના એક્સ-રે ત્રણચાર વખત લીધા હતા, પણ તેમાંથી દુ:ખાવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ પકડાયું ન હતું. તેથી બાહ્ય ઉપચારો કર્યા કરતા હતા. લખાણાદિનું કાર્ય વ્યવસ્થિત રીતે શ્રી પ્રભુની આજ્ઞા પ્રમાણે થયા કરતું હતું.
ઈ.સ.૨૦૦૬ના માર્ચ મહિનામાં જમણા ખભાનું એમ.આર.આઈ કરાવ્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે જમણા ખભાનાં સઘળાં મસલ્સ ગળીને સાવ તાણાવાણા જેવા થઈ ગયા હતા, અને તેનાં કારણે આ દુ:ખાવો રહેતો હતો. આ બાબત વિશેષ જરૂરી તપાસ આદિ કર્યા પછી આ વર્ષના મે માસની પાંચમી તારીખે ખભાનું ઓપરેશન કરવાનું નકકી થયું. ત્યારથી આવેલા અશુભ ઉદય માટે પ્રાર્થના
xii